Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અને કાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
અમદાવાદ તા. પઃ ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જ્યારે નવમી સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓની નવી આગાહી પણ હવામાન ખાતાએ કરી છે.
ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં ર.૭૧ ઈંચ, બેચરાજીમાં ર.૪૦ ઈંચ, રાધનપુરમાં ર.ર૮ ઈંચ, શંખેશ્વરમાં ૧.૭ ઈંચ, લાખાણીમાં ૧.પ ઈંચ, જોટાણામાં ૧.૪ ઈંચ, નડિયાદમાં ૧.૪ ઈંચ, કડીમાં ૧.રપ ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી ૯મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, રપ થી ૩૦ મી ઓગષ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલની હાનિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ૪૯ વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં ૧૦૮ ટકા વરસાદ ખાબકી ચૂકયો છે., આમ તમામ ઝોનમાં ૧૦૦ ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial