Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં બે યુવકો દ્વારા ૧પ લાખની લૂંટ

અમદાવાદ તા. પઃ અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કરીને નજર ચૂકવી રૂ.  ૧પ લાખની લૂંટ ચલાવી બે યુવાનો પલાયન થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં રામબાગ ફાટક પાસે રૂપિયા ૧પ લાખની લૂંટ થયાની ઘટના બની છે. આ લૂંટમાં આંગડિયા પેઢીના વેપારી લૂંટનો ભોગ બન્યા છે. વાહન સરખુ ચલાવો તેમ કહીને બે યુવકોએ ફરિયાદી પાસે રહેલી ૧પ લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતાં. બે યુવકો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો જેમાં એક યુવાને વાહનચાલકનું ધ્યાન બેધ્યાન કરીને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતાં.

અમદાવાદના પાલડી વિસ્તારમાં રૂપિયા ૧પ લાખની લૂંટ થતાં પાલડી પોલીસ દોડતી થઈ હતી. સીજી રોડ વિસ્તારથી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને પાલડી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રામબાગ ક્રોસિંગ પાસે બે યુવકોએ તેની સાથે ઝઘડો કર્યો અને વાહન કેમ સરખુ નથી ચલાવતા તેમ કહીને ફરિયાદી પાસે રહેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતાં. ફરિયાદી પાસેથી બેગ ઝૂંટવતા તેણે બૂમાબૂમ કરી, પરંતુ આસપાસના સ્થાનિકો પણ લૂંટારૂઓને ઝડપી પાડ્યા નહીં. છેવટે ફરિયાદીએ પાલડી પોલીસને ફોન કરી સમગ્ર ઘટના જણાવી હતી.

સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસી ટીવીની તપાસ કરી છે. પોલીસનું અનુમાન છે કે, જેણે લૂંટ કરી હોય તે લોકો સીજી રોડથી ફરિયાદીનો પીછો કરી રહ્યા હશે અને જ્યારે પાલડી પહોંચ્યા ત્યારે સુમસામ હોવાથી લૂંટ કરીને પલાયન થયા હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય વિસ્તારના સીસી ટીવી પણ મેળવ્યા છે. પાલડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તે જરૂરી બન્યું છે. પાલડી વિસ્તારમાં અમુક ગલીઓ તો એવી છે કે જ્યાં લૂંટ કે કોઈપણ ગુનાને અંજામ આપવો હોય તો કોઈપણ આપી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh