Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉધારમાં સોપારી ખરીદી આપ્યા હતા ચેકઃ
જામનગર તા. ૫: જામનગરમાં સોપારીનો વેપાર કરતા એક આસામી પાસેથી પાનની એક દુકાનવાળા વેપારીએ રૂ. ૧૮ લાખ ઉપરાંતની સોપારી ઉધારમાં ખરીદ્યા પછી આપેલા ચેક બેંકમાંથી પરત આવ્યા હતા પછી થયેલા સમાધાનમાં રૂ. ૭ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક પરતના કિસ્સામાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા અને પ્રભાત એજન્સી નામની પેઢી ચલાવી સોપારી ખરીદ-વેચાણનો વેપાર કરતા દિપેશ જયસુખભાઈ ચાંદ્રા પાસેથી આઈએએસ પાનવાલા નામની પેઢીના માલિક ઈકબાલ અબ્દુલઅજીઝ સમાએ રૂપિયા ં૧૮,૦૧,૯૨૦ની સોપારી ઉધાર ખરીદ કરી હતી.
તે રકમની ચૂકવણી માટે ઈકબાલભાઈએ ચેકો આપ્યા હતા. તે ચેક પરત ફરતા દિપેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેનું સમાધાન થતાં રૂ. ૭ લાખનો ઈકબાલ સમા દ્વારા ચેક અપાયો હતો. તે ચેક પણ નાણાના અભાવે બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી દિપેશભાઈએ નોટીસ મોકલાવી હતી તેમ છતાં રકમ નહીં ચૂકવાતા ઈકબાલ સમા સામે કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે વિસ્તૃત દલીલ તથા રજૂ કરેલા મુદ્દાઓ ધ્યાને લઈ ઈકબાલ સમાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તેમજ રૂ. ૭ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial