Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭ મી સપ્ટેમ્બરે નેશનલ હાઈસ્કૂલમાં
જામનગર તા. પઃ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા સંચાલિત પ્રતિ વર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદેશ્ય સાથે જામનગર શહેરની ઝોન ૧ થી ૬ ની યુવા ઉત્સવ ર૦ર૪નું આયોજન આગામી તા. ૭-૯-ર૪ ના સવારે ૮-૩૦ કલાકથી શ્રી નેશનલ હાઈસ્કૂલ જામનગરમાં કરવામાં આવેલ છે.
જેમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, પાદપૂર્તિ, ગઝલ, શાયરી, કાવ્ય લેખન, દુહા, છંદ,, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, લોકવાર્તા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, સમૂહગીત, ભજન, એકપાત્રીય અભિનય જેવી કૃતિઓ સ્પર્ધામાં યોજાશે, જેમાં અરજી કરેલ કલાકારો માટે ઝોન મુજબ સ્પર્ધા સવારે ૯ કલાકે શરૂ થશે. જેથી ૮-૩૦ કલાકે રિપોર્ટીંગ નેશનલ હાઈસ્કૂલ, ખંભાળીયા નાકા બહાર, પવનચકી રોડ, જામનગરમાં કરવાનું રહેશે. આ યુવા ઉત્સવ સ્પર્ધામાં વધુ વિગત માટે કચેરીના ફો.નં. ૦ર૮૮-રપ૭૧ર૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial