Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રેડક્રોસ સોસાયટી દ્વારા મોટી બાણુંગાર, સોયલ શાળામાં કેમ્પ

વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ તથા દાંતની તપાસઃ

જામનગર તા. ૫: તાજેતરમાં રેડક્રોસ સોસાયટી, જામનગર દ્વારા મોટી બાણુંગાર તથા સોયલ ગામે જેસીઆર પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ તથા દાંતની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી બાણુંગારની સરકારી શાળા તથા સોયલની ડેલ્ટા સ્કૂલમાં વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યા હતા તથા દાંતની તપાસ કરી યોગ્ય રીતે દાંતની સફાઈ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

બંને શાળામાં કેમ્પમાં કુલ ૩૫૦ વિદ્યાર્થીઓના પરીક્ષણ થયા હતા. કેમ્પમાં બ્લડ ગ્રુપ ચકાસણી માટે જી.જી. હોસ્પિટલના ડો. જય વ્યાસ, ડો. સાકેત સાવલીયા, ડો. માનસી તથા ડો. નેહલ દ્વારા સેવા આપવામાં આવી હતી.

મોટી બાણુંગાર સરકારી શાળાના બિપીનભાઈ તથા ચાર્મીબેન દ્વારા, ડેલ્ટા સ્કૂલના સંજયભાઈ વાંસજાળીયા દ્વારા આયોજક તરીકેનો સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ભાર્ગવભાઈ ઠાકર, કેશુભાઈ ઘેટીયા, દીપાબેન સોની, કાજલબેન ગજીયાણી વગેરે દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh