Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાલીમંડળમાં તમામ ફોર્મ રદ્ થતા ગુંચવાડો સર્જાયોઃ
ખંભાળિયા તા. પઃ ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉ.મા. માધ્યમિક બોર્ડના સદસ્યની ચૂંટણી આગામી તા. ર૪-૯-ર૦ર૪ ના યોજાનાર છે, ત્યારે ફોર્મ ભર્યા પછી ચકાસણી થઈ છે તથા માન્ય ઉમેદવારો જાહેર કરાતા શિક્ષણ જગતના રાજકારણમાં ગરમી શરૂ થઈ છે.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલે આચાર્ય સંઘના માનય સત્તવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ સંવર્ગમાં માત્ર ત્રણ ઉમેદવારો જ છે. અન્યમાં પંડ્યા મહેશ રામશંકર તથા પટેલ ઉમંગકુમાર મહેશલાલ છે.
આચાર્ય સંઘ, શિક્ષક સંઘ, ટ્રસ્ટીઓ, વાલીઓ, સંચાલકો વિગેરેમાંથી બોર્ડના સદસ્યો ચૂંટાય છે. વાલી મંડળમાં તમામ ઉમેદવારીના ફોર્મ રદ્ થતા ગુંચવાડો થયો છે, તો ઉત્તર બુનિયાદી વિભાગ શિક્ષક આચાર્યોની બેઠકમાં સત્તાવાર ઉમેદવાર રાવલ જસવંતકુમાર કાંતિલાલ તથા શિક્ષકો મા.વિ.માં સોનારા નીલેશ કાનજીભાઈ બિનહરિફ થયા છે તેમની સામે કોઈ ઉમેદવાર નથી.
રાજ્ય આચાર્ય સંઘના માન્ય ઉમેદવાર તથા રાજ્ય પ્રમુખ ભાનુપ્રસાદ એ. પટેલ દ્વારા ફોર્મ ભરાતા મોટી સંખ્યામાં આચાર્યો તથા પાર્લામેન્ટરી સદસ્યો સમગ્ર રાજ્યમાંથી જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial