Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહોળો પ્રતિસાદઃ ડોકટરો પછી વેપારીવર્ગ, વકીલો, કંપનીઓ નાના ધંધાર્થીઓ જોડાયા
ખંભાળીયા તા. ૫: ખંભાળીયાને હરિયાળંુ બનાવવા માટે સામાજિક અગ્રણીઓ ડો. પડીયા, પરબતભાઈ ગઢવી, ધીરેનભાઈ બદીયાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, ડો. રિદ્ધીશ પડીયા, કિશોરભાઈ ભાયાણી, પરેશભાઈ મહેતાની ટીમ દ્વારા ખંભાળીયા શહેરના વિવિધ તંત્રના અગ્રણીઓ, ડોકટરો, વકીલો, વેપારી મંડળો, જુદાજુદા એસો.નો, કંપનીઓ, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળોનો સંપર્ક કરીને શહેરમાં બે હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર થાય ત્યાં સુધી જાળવણી માટે આયોજન કર્યું હતું.
ખંભાળીયામાં અગાઉ વૃક્ષારોપણો તો ઘણા થયા પણ વાવ્યા પછી તેની જાળવણી માટે નક્કર કામગીરીના થતાં વૃક્ષો ઓછી હોય પહેલીવાર આવો આયોજનપૂર્વકનો પ્રયત્ન થતાં તથા મોટી સંખ્યામાં પ્રતિસાદ સાંપડતા અંદાજીત ત્રીસેક લાખ રૂપિયાથી વધુના ખર્ચે વાવીને ઉછેરવા, તથા હરિયાળું બનાવવા ખાસ આયોજન કર્યું હતું.
તે સફળ થતાં હવે પછી સદ્દભાવના આશ્રમ રાજકોટના સહયોગની આ બે હજારથી વધુ વૃક્ષો શહેરમાં જુદા જુદા સ્થળે વાવવાના હોય તાજેતરમાં સદ્ભાવના સંસ્થાના અંકુરભાઈ તથા તેમની ટીમ ખંભાળીયા આવતા આ સમિતિના સદસ્યો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો કે જ્યા વૃક્ષો વાવી શકાય તેની મુલાકાત લઈને કયાં વૃક્ષો વાવી શકાય તથા તેને પાણી પૂરૃં પાડવા તથા તેની સુરક્ષા કઈ રીતે કરવી તેનું પણ આયોજન કરી ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial