Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી બાણુંગાર ગામમાં પ્રસરી અરેરાટીઃ
જામનગર તા. પઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોટી બાણુંગાર ગામના એક યુવાનના પત્ની પિયર રિસામણે ચાલ્યા ગયા હોય અને પતિના તેડવા જવા છતાં પરત ન આવતા હોય આ યુવાને માઠું લાગી આવવાથી ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈ પૂંજાભાઈ પરમાર નામના યુવાનના પત્ની થોડા સમયથી પોતાના માવતરે રહેવા માટે ચાલ્યા ગયા હતા.
તે વિખવાદનો અંત લાવવા માટે જીતેન્દ્રભાઈ પ્રયત્ન કરતા હતા અને પત્નીને તેડી લાવવા માટે સાસરે ગયા હતા પરંતુ પત્ની સાથે ન આવતા જીતેન્દ્ર ભાઈને માઠું લાવ્યું હતું. આ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા પૂંજાભાઈ પાલાભાઈ પરમાર સહિતના વ્યક્તિઓએ જીતેન્દ્રભાઈને નીચે ઉતારી ચકાસ્યા હતા. જેમાં તે યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને જાણ કરવામાં આવી છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial