Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-ર૦ર૪નો આરંભ

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે સભ્યપદ મેળવ્યું

ખંભાળીયા તા. પઃ ખંભાળીયામાં તથા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા નવેસરથી સદસ્યતા અભિયાન શરૂ કરાયું તથા તમામ હોદ્દેદારો સદસ્યો નવેસરથી ભાજપના સભ્ય થવાના હોય દ્વારકા જિલ્લામાં દ્વારકા કડવા પટેલ સમાજમાં જિલ્લા ભાજપ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે સભ્ય તરીકે પુનઃ નોંધણી (પ્રાથમિક) ભાજપમાં ઓનલાઈન કરાવી હતી અને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક તથા જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

અગ્રણીઓ પાલાભાઈ કરમુર (પૂર્વ જિ.પં. પ્રમુખ) બક્ષીપંચ મોરચા જિલ્લા પ્રમુખ ડી.એલ. પરમાર, જિલ્લા હોદ્દેદારો રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, રાજુભાઈ ભરવાડ, ખેરાજભા કેર, રમેશભાઈ હેરમા, મોહનભાઈ બારાઈ, વિજયભાઈ બુઝડ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ખંભાળીયા શહેર-ભાજપ દ્વારા કાર્યક્રમ

ખંભાળીયા શહેરમાં ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૭૬ હોદ્દેદારો-કાર્યકરો દ્વારા ૧૦૦-૧૦૦ સદસ્યો બનાવવા માટે આયોજન જાહેર કરીને સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં અગ્રણી કિશોરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ સરસીયા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, સંજયભાઈ નકુમ, વનરાજસિંહ વાઢેર સિહતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh