Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરના યુવાનનું અપહરણ તથા લૂંટ ચલાવવાના ગુન્હામાં આગોતરા

મહિલા સહિત બે આરોપીની અરજી મંજૂરઃ

જામનગર તા. પઃ ઓખા મંડળના મીઠાપુરના એક યુવાનનું બાઈકમાં અપહરણ કરી ધમકાવાયાની અને ખિસ્સામાંથી રોકડ પડાવી લેવાયાની નોંધાયેલી ફરિયાદમાં એક મહિલા આરોપી સહિત બેની આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.

ઓખામંડળના મીઠાપુરમાં રહેતો મેહુલ કમલેશભાઈ પરમાર નામનો યુવાન ગઈ તા.૨૫-૭ની રાત્રે જતો હતો ત્યારે રાકેશ ધનાભાઈ રોશીયાએ તેને રોકી ધરારથી બાઈક પર બેસાડી દઈ પોતાના ઘરે લઈ જઈ કામ કરવા કેમ આવતો નથી તેમ કહી ઢીકાપાટુ વડે માર માર્યાે હતો. જેમાં મેઘાબેન, અજય, રાહુલ, દેવશી સાથે રહ્યા હતા.

આ વ્યક્તિઓએ મેહુલના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી રૂ. ૨ હજાર પડાવી લીધા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી હતી. તે દરમિયાન આરોપી પૈકીના અજય ધનાભાઈ, મેઘાબેન ધનાભાઈએ આગોતરા જામીન મેળવવા દ્વારકા અદાલતમાં અરજી કરતા બંનેને આગોતરા જામીન પર મુક્ત કરાયા છે. આરોપી તરફથી વકીલ જે.કે. હિંડોચા, અભિષેક ધ્રુવ, નિરવ સામાણી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh