Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિષેક મનુ સિંઘવીની ધારદાર દલીલો
નવી દિલ્હી તા. પઃ લીકર કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ થયા પછી જેલવાસ ભોગવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આજે જામીન મળી શકે, તેવી આશા સેવાઈ રહી છે.
દિલ્હીમાં લીકર પોલીસ કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેજરીવાલની પહેલા ઈડીએ પછી સીબીઆઈએ ધરપકડ કરી હતી. ઈડીના કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા હતાં પરંતુ સીબીઆઈની કસ્ટડીને કારણે તેમણે જેલમાં જ રહેવું પડ્યું હતું.
હવે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજજવલ ભુઈયાંની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે થોડીવારમાં ચુકાદો આવી શકે છે.
સુપ્રિમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા અને તેમણે દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ સમાજ માટે કોઈ ખતરો નથી એટલા માટે જ તેમને જામીન આપી દેવા જોઈએ. અમારા અસીલ વિરૂદ્ધ કોઈ પૂરાવા નથી. ફકત નિવેદનોના આધારે જ તેમને જેલમાં રખાયા છે. તે દિલ્હીના સીએમ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આપના કદાવર નેતા મનિષ સિસોદીયાને આ કેસમાં જામીન મળી ગયા હતાં. જ્યારે બીજી બાજુ તેલંગાણાના પૂર્વ સીએમની દીકરી કે. કવિતાને પણ ૧૦ લાખના બોન્ડ પર જામીન મળી જતાં કેજરીવાલને જામીન મળશે તેવી આશા વધી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial