Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતમાં મળી
જામનગર તા. પઃ જિલ્લા પંચાયત ભવન જામનગરમાં પીસી એન્ડ પીએનડીટી એકટ-૧૯૯૪ ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય સંસ્થાઓને રીન્યુઅલ આપવા તેમજ નવા રજીસ્ટ્રેશન આપવા માટે કુલ પ સંસ્થાઓને મંજુરી આપવામાં આવી હતી. તેમજ ર નવી એજન્સીઓને રજીસ્ટ્રેશન માટે મંજુરી આપવામાં આવી હતી. તેમજ બેટી વધાવો વેબ પોર્ટલ પર રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટે મળેલ ૧ અરજીને મંજુરી અપાઈ હતી.
આ બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમિતિ દ્વારા કરવામાં આવેલ ક્લિનીક ઈન્સ્પેકશનનો રીન્યુ કરવામાં આવેલ. તેમજ જિલ્લામાં કોઈપણ જગ્યાએ પીસી અને પીએનડીટી એકટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવશે તો તે અંગે કડક પગલાં ભરવામાં આવશે. તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમિતિમાં નવા સદસ્ય મોહમદ અબરાર ગજીયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા દ્વારા હાજર સભ્યો અને અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉકત સમીક્ષા બેઠકમાં સમિતિના અધ્યક્ષ તૃપ્તિ રાઠોડ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગરના તબીબો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ડીકયુએમઓ ડો. રાજેશ ગુપ્તા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એમ.આર. રાઠોડ, ડીપીસી યજ્ઞેશ ખારેચા તેમજ સમિતિના તમામ સદસ્ય હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial