Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી અમેરિકાનો પ્રાયોજિત પ્રવાસ
નવી દિલ્હી તા. પઃ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આપેલા કોઈ ઈન્ટરવ્યૂને ટાંકીને મીડિયામાં આવી રહેલા અહેવાલો ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી તો રાજીવ ગાંધી કરતા પણ સવાયા વ્યૂહરચનાકાર છે અને તેનામાં ભારતના વડાપ્રધાન થવાના તમામ ગુણો મોજુદ છે!
પિતા રાજીવ ગાંધી સાથે રાહુલ ગાંધી ઘણી જ સામ્યતાઓ પણ ધરાવે છે, તો કેટલાક તફાવતો પણ છે. કેટલાક લોકો દ્વારા ડોલરના ખર્ચે રાહુલ ગાંધીની ઈમેજ બગાડવામાં આવી હતી, જે ખોટી ઠરી છે. રાહુલ ગાંધી સજ્જન અને સુશિક્ષિત છે. રાહુલ ગાંધી પર વિદેશમાં જઈને ભારતને બદનામ કરવાનો જે આરોપ લગાડાય છે, તે સદંતર ખોટો છે. વિપક્ષનું કામ સરકારની ટીકા કરવાનું હોય છે અને સરકારની ટીકા એ દેશની ટીકા નથી. ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર દેશને કલંકિત કરવાનો જે આરોપ લગાવાય છે તે પાયાવિહોણો છે. રાહુલ ગાંધી તો ખરેખર એક સુંદર ભારતનું નિર્માણ કરવામાં વિશ્વાસ ધરાવે છે!
સામ પિત્રોડાએ કહ્યું કે તેમણે રાજીવ ગાંધી, પી.વી. નરસિંહારાવ, વી.પી. સિંઘ, ચંદ્રશેખર, દેવ ગૌડા અને મનમોહનસિંહ સહિતના વડાપ્રધાનો સાથે કામ કર્યું છે, પરંતુ રાહુલ ગાંધી વધુ વિચારક અને બુદ્ધિજીવી જણાય છે. રાજીવ ગાંધી સંગઠનના કાર્યકર વધુ હતાં. હવે રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાના તમામ ગુણો છે, અને બન્ને (પિતા-પુત્ર) ના ડીએનએ સમાન છે.
હકીકતે ૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ કરવાના છે. તેઓ ત્યાંની પ્રેસ ક્લબમાં પત્રકાર મિલન યોજશે. થિન્ક ટેન્કના લોકો સાથે વાતચીત કરશે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે. જેના સંદર્ભે સામ પિત્રોડાએ આ વાતો કરી હતી. ભાજપ તથા એનડીએના સૂત્રોમાં સામ પિત્રોડાની વાતોના પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ચૂંટણી પહેલા સામ પિત્રોડાનું પદ છીનવી લેવાયું હતું. તે યાદ કરાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial