Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાં પૂરમાં તણાઈને મૃત્યુ પામેલા
જામનગર તા. પઃ ભારે વરસાદ સાથે પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા પરબતભાઈપાથરના પરિવારજનોને તાત્કાલિક રૂ. ૪ લાખની સહાય ચૂકવાઈ છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે ગત તા. ર૭-૮-ર૪ ના પરબતભાઈ પાથર (ઉ.વ.પપ) પોતાની વાડીએથી ઘેર પરત આવતી વખતે પાણીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતાં. જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારી, જામનગરને જરૂરી સાધનિક આધારસહ દરખાસ્ત મોકલવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂરના પાણીમાં તણાઈ જવાથી કે વીજળી પડવાથી નાણાકીય સહાય ચૂકવવાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર જિલ્લા વિકાસ અધિકારી, જામનગર દ્વારા સબબ કિસ્સામાં મૃતકના વારસદારને કુદરતી આફતમાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારને કિસ્સાદીઠ રૂ. ૪ લાખ માનવ મૃત્યુ સહાય મંજુર કરવામાં આવી છે. જે મુજબ સ્વર્ગસ્થ પરબતભાઈ પાથરના પરિવારજનોને તાત્કાલિક રૂ. ૪ લાખની સહાય તેમના વારસદાર, પત્ની ગં.સ્વ. કડવીબેન પરબતભાઈ પાથરને ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. મૃતકના વારસદારને સહાયની રકમ ડાયરેકટર બેનીફીશયરી ટ્રાન્સફરથી બેન્ક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે, તેમ તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial