Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા અઢી લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદસજા

ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા. પઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્ર સામે રૂપિયા અઢી લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરમાં રહેતા રાહુલ શામજીભાઈ મકવાણા ૫ાસેથી તેના મિત્ર અનિલ ચમનભાઈ ગોહિલે રૂ. ૨ લાખ ૫૦ હજાર હાથઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે પછી બેંકમાં રજૂ થયેલો તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ પાઠવી રાહુલ મકવાણાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અનિલ ચમનલાલ ગોહિલને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ભરવા હુકમ કર્યાે છે. વળતર  ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, ભરતસિંહ જાડેજા, સાયના દલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh