Advertisement
Author: નોબત સમાચાર

૧૪૦૪ આવાસ યોજનાના જર્જરિત ર૪ ફલેટનું ડિમોલીશન શરૂ

જામનગર મહાનગરપાલિકા દ્વારા પાડતોડની કામગીરીઃ

જામનગરમાં ૧૪૦૪ આવાસ યોજનાના બે જર્જરિત બ્લોકનું બાંધકામ તોડી પાડવા માટે આજે મહાનગર પાલિકા દ્વારા પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં અંધાશ્રમ પાસેની ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો જર્જરિત બન્યા હોવાથી મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને સમજાવટથી ખાલી કરાવાઈ રહ્યું છે અને આજે બે બ્લોકના ર૪ જર્જરિત ફલેટ તોડી પાડવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પહેલા પણ બે બ્લોકના ર૪ ફલેટ તોડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે આજે બીજા ર૪ ફલેટ તોડી પાડવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગજણ સહિતના દેરખેર હેઠળ પાડતોડ કામગીરી ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh