Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરચાલક સામે ફરિયાદઃ
જામનગર તા. ૫: દ્વારકા નજીક કુરંગા ગામમાં આવેલી એક ખાનગી કંપનીની જગ્યામાં શનિવારે રાત્રે મોટર સાથે ઘૂસી ગયેલા એક શખ્સે બેરીકેડ તોડી નાખી રૂપિયા અડધા લાખનું નુકસાન કર્યાની સિક્યુરિટીએ ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા નજીકના કુરંગા પાસે આવેલી આરએસપીએલ કંપની ના મેઈન ગેઈટ પાસે ગયા શનિવારની રાત્રે ત્રણેક વાગ્યે જીજે-૩૭-એમ ૭૧૧૧ નંબરની સ્કોર્પિયો ધસી આવી હતી. તે મોટરમાં રહેલા આર્યન માણેક નામના શખ્સે પોતાનું વાહન ખેતર તરફ લઈ જવાનું કહી પ્રવેશ મેળવ્યા પછી કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસાડ્યું હતું. આ શખ્સને રોકવા માટે બેરીકેડ મૂકવામાં આવતા તેણે બેરીકેડને પણ તોડી નાખ્યા હતા. કંપનીના સિક્યુરિટી ઓફિસર રિષભ શુકલાએ રૂ. ૫૦ હજારનું નુકસાન કરવા અંગે આર્યન માણેક સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial