Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ ગણેશ મરાઠા મંડળ દ્વારા ચાંદીબજાર સ્થિત શ્રીરામની થીમ પર આધારિત મૂર્તિ સ્થાપના

ખંભાળીયા ગેઈટથી ચાંદીબજાર સુધી પાલખીયાત્રાઃ

જામનગર તા. પઃ જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ૩૯ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે, અને અયોધ્યા શ્રી રામ ભગવાનની મૂર્તિને અનુરૂપ જ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિશેષ રૂપે સ્થાપન કરવામાં આવશે. સાથો સાથ ચાંદીની ગણપતિની મૂર્તિની હવાઈ ચોકથી ચાંદી બજાર સુધીની પાલખી યાત્રા પણ યોજાશે જેમાં ધર્મપ્રેમીઓએ જોડાવા ગણેશ મરાઠા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન  કરવામાં આવે છે, અને ગણેશ ચતુર્થીના દિવસથી લઈને અનંત અતુર્દશી સુધીના દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષ જુદી જુદી થીમ પર આધારિત ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે, તે પ્રકારની ભગવાન ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવ્યા પછી તેનું આગામી તારીખ સાતમી અને ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. જે આ વખતે ગણેશ ભકતોના દર્શન માટે એક વિશેષ આકર્ષણ રહેશે.

આ ઉપરાંત ગણેશ ચતુર્થીના જ દિવસે ચાંદીના ગણપતિજીની પાલખીયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખંભાળીયા ગેઈટથી પાલખી યાત્રાનો પ્રારંભ થશે, જે હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, માંડવી ટાવરથી ચાંદી બજાર સુધી પહોંચશે. તે પાલખી યાત્રામાં જોડાવા માટે ગણેશ મરાઠા મંડળ દ્વારા સર્વે નગરજનોને નિમંત્રણ પાઠવાયું છે. ગણેશ મરાઠા મંડળ દ્વારા આગામી શનિવારને ૭મી તારીખે બપોરે બે વાગ્યે ગણેશની મૂર્તિનું સ્થાપન કરાશે ત્યારબાદ રવિવારે રાત્રે ૯ કલાકે ૧પ૧ દીવડાની આરતી કરવામાં આવશે. જ્યારે ગુરૂવારે રાત્રે ૧૦.૦૦ કલાકે હર્ષિદા ગરબી મંડળનો કાર્યક્રમ યોજાયો છે. તેમજ શનિવારે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

રવિવાર તારીખ ૧પ-૯ ના સવારે આઠ વાગ્યે હવન, તેમજ સાંજે છ વાગ્યે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મંગળવાર અને ૧૭ તારીખે ગણપતિની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને બપોરે ૧ર વાગ્યાથી ગણપતિની મૂર્તિના વિસર્જન માટેનું પ્રોસેસન નીકળશે જેમાં પણ સર્વે ગણેશ ભકતોને જોડાવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh