Advertisement
Author: નોબત સમાચાર

કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ખતરામાં

એનડીપીએ ટેકો પાછો ખેંચી લેતા

નવી દિલ્હી તા. પઃ કેનેડાની જસ્ટિસ ટ્રુડો સરકાર ખતરામાં છે, કારણ કે તેના ગઠબંધનની સાથીદાર પાર્ટી એનડીપીએ ટેકો પાછો ખેંચી લીધો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને બુધવારે (૧ સપ્ટેમ્બર) એક મોટો ઝટકો લાગ્યો હતો. ટ્રુડોની લઘુમતી સરકારને સમર્થન આપનારી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું છે.

આ પગલાથી ટ્રુડોને સરકાર ચલાવવા માટે નવા ગઠબંધનની જરૂર પડી છે. એનડીપીના નેતા જગમીતસિંહે ર૦રરમાં ટ્રુડોના સમર્થનને પાછું ખેંચવાની વાત કરતાં કહ્યું કે, મારી ધીરજ ખતમ થઈ ગઈ છે. જો કે, ટ્રુડોએ શરૂઆતથી ચૂંટણીની વાતોને નકારતા કહ્યું કે મારી પ્રાથમિકતા કેનેડાની જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે. અમે કેનેડાના લોકો માટે કામ કરીશું અને આશા કરીએ છીએ કે, આવનારી ચૂંટણી સુધી અમે પોતાના કાર્યક્રમ પૂરા કરીશું.

સમર્થન પાછું ખેંચાયા પછી ટ્રુડો હવે વિપક્ષ પર નિર્ભર છે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે. જો ચૂંટણી થાય તો, હાલના સર્વે મુજબ, ટ્રુડોની લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. કેનેડામાં ઓકટોબર ર૦રપ સુધી ચૂંટણી થવી જરૂરી છે.

નોંધનીય છે કે, ટ્રુડો વર્ષ ર૦૧પ થી વડાપ્રધાન છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી વિપક્ષ, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી મોંઘવારી અને આવાસના સંકટને લઈને ટ્રુડોની ટીકા કરે છે. જગમીત સિંહે હાલ ટ્રુડોના નેતૃત્વ અને ખાદ્ય વસ્તુની વધતી કિંમતોને લઈને નારાજગી વ્યકત કરી છે.

સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું કે જસ્ટિસ ટ્રુડોએ વારંવાર કોર્પોરેટર લાલચની સામે નમતું મૂકયું છે. લિબરલ્સે જનતાને દગો આપ્યો છે તેથી તેમને બીજો મોકો ન મળવો જોઈએ.

જો કે, એનડીપી માટે પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી નથી. હાલના સર્વે મુજબ પાર્ટીનું પ્રદર્શન ત્રીજા નંબરે છે. જગમીતસિંહે વડાપ્રધાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે.

કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલીએવરે પણ સિંહ અને ટ્રુડો પર પ્રહાર કરતાં કહ્યું કે, બંનેએ મળીને દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે અને જનતાને મુશ્કેલીમાં મૂકી છે. તેણે કાર્બન ટેકસ ચૂંટણીની માંગ કરી હવે જનતા હાલના ગઠબંધનને ચૂંટે છે કે, 'કોમન સેન્સ' કન્ઝર્વેટિવ સરકારને જનાદેશ આપે છે, તે જોવાનું રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh