Advertisement
Author: નોબત સમાચાર

સરકારી તથા ખાનગી શાળાના શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા 'આપ'ની રજૂઆત

શિક્ષકોની ભરતી કરવા, જુની પેન્શન યોજના સહિતના

જામનગર તા. પઃ ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય  છે. શિક્ષકો, ગુરૂજનોનું સન્માન જાળવવું એ આપણું કર્તવ્ય  છે. પરંતુ આજે શિક્ષકોની સ્થિતિ દયનીય છે. શિક્ષકોની સમસ્યાનું સમાધાન સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન છે. તેવી રજૂઆત આમઆદમી પાર્ટીના વસરામભાઈ રાઠોડએ કરી છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં ગુરૂનો મહિમા ગવાયો છે. હાલ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે. શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો છે, જેનું હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી. ખાનગી શાળાઓમાં શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ મુજબ વેતન મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સરકારી શાળામાં શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાંથી મુક્તિ આપવી જોઈએ. રાજ્યની તમામ શાળામાં પટ્ટાવાળા, સફાઈકર્મી, ક્લાર્કની ફાળવણી કરીને શિક્ષકો પરનો બોજો ઉતારવો જોઈએ. રાજ્યની તમામ સરકારી શાળામાં ખાલી રહેલ જગ્યા પર ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોની ભરતી કરવી જોઈએ. આ ઉપરાંત જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષક સહાયકની યોજના બંધ કરવા જુની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ-પે ની પ્રથા બંધ કરવા સહિતની બાબતે આમઆદમી પાર્ટી, જામનગર (જિલ્લા) ના પ્રમુખ વશરામભાઈ રાઠોડે જામનગર જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh