Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી શરૂ થનારા લોકમેળા માટે હજી સુધી એકપણ રાઈડને પરફોમન્સ લાયસન્સ મળ્યુ નથી

ખંભાળીયાઃ શિરેશ્વર લોકમેળો ૫ણ ચકડોળે ચઢ્યો...!

ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટો ગણાતો તથા સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર અને વિશાળ જગ્યામાં આયોજનબદ્ધ રીતે થતો શિરેશ્વર મહાદેવનો લોકમેળો આવતીકાલ તા. ૬/૯ થી ૯-૯-ર૦ર૪ ચાર દિવસ સુધી થનાર છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તેના માટે વ્યવસ્થાનું આયોજન કર્યું છે.

તાજેતરમાં મેળાના પ્લોટની હરાજીમાં ૮૦ લાખ રૂપિયા જેવી મોટી રકમ ગ્રામ પંચાયતને મળી છે, ત્યારે આ મેળાના આયોજન માટે ગ્રામ પંચાયત સરપંચ પૂનમબેન બાબાભાઈ નકુમ તથા ઉપ સરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા તથા તલાટી મંત્રી દ્વારા આયોજન હાથ ધરાયું છે.

મેળાકાં ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય તે માટે ચકડોળના બે સ્ટોલ વચ્ચે એક પ્લોટ ખાલી મૂકાયો છે તથા વીસેક પ્લોટ જેટલી જગ્યાઓ પણ ખાલી મૂકાઈ છે, તો ટ્રાફિક વ્યવસ્થા માટે રસ્તાઓ એકતરફી કરવા, રોજ સફાઈ થાય, માહિતી તથા હેલ્પલાઈન માટે સ્ટોલ સાથે ખંભાળિયાનો મીની તરણેતર જેવો ગણાતો તથા ધારાસભ્યો, રાજ્ય મંત્રી દ્વારા ઉદ્ઘાટન થતું હોય તેવો મેળો માણવા લોકો ખૂબ તત્પર છે.

રાજકોટની ટી.આર.પી. દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે ખાસ જાહેર કરેલ એસ.ઓ.પી. મુજબ જ મંજુરી આપવામાં આવનાર હોય, આ માટેની તાંત્રિક માહિતી સાથે પા.પુ. બોર્ડ, સિંચાઈ, પી.ડબલ્યુ.ડી. સહિતના વિભાગો સહિતની કમિટી મંજુરી આપે પછી જ મેળામાં ચકડોળની મંજુરી મળે. કુલ ર૭ જેટલી મોટી રાઈડો આ મેળામાં થવાની છે. આવતીકાલથી મેળો શરૂ થવાનો છે, ત્યારે મેળો શરૂ થવાના ર૪ કલાક પહેલા હજુ એક પણ લાયસન્સ અપાયું નથી.

પા.પુ. ઈજનેરની અધ્યક્ષતામાં આ કમિટીને ૩૧-૮-ર૦ર૪ ના પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા મેળા અંગે એસ.ઓ.પી. મુજબ અરજી તપાસીને કામ કરવા જણાવાયું હતું, પણ હજુ સુધી એક પણ મંજુરી અપાઈ નથી, જો કે શક્તિનગર શિરેશ્વર મેળાની જગ્યા હાર્ડ હોય ત્યાં ક્રોન્કીટનું ફાઉન્ડેશન ભરીને નહીં, પણ જમીનમાં ખાલી સળિયા ઉતારીને ચકડોળ ગોઠવાય છે ત્યાર આજે બપોરે પી.ડબલ્યુ.ડી.નું ચેકીંગ થશે તે પછી તે જેની મંજુરી આપશે. તે પ્રાંત અધિકારી કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવશે તે મેળામાં ચકડોળ ચલાવી શકશે.

૩૧/૮ થી શરૂ થયેલ પ્રક્રિયામાં હજી સુધી કોઈને લાયસન્સ મળ્યું નથી. મોડી પ્રક્રિયા ટીકાપાત્ર બની છે, તો મેળામાં ૮૦ લાખની આવક કરનારા ગ્રામ પંચાયત લોકોને મેળાની મોજ માણવા માટે સજ્જ છે ત્યારે અન્ય શહેરોની જેમ કડક એસ.ઓ.પી.નું ગ્રહણ શિરેશ્વર લોકભેળાને તો નહીં લાગે ને? તેવો ભય પણ મેળા રસિકોને સતાવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh