Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના માધાપરમાં શ્રમિકને લાગ્યો ઈલેકટ્રીક શોર્ટઃ
જામનગર તા. ૫: જામનગરના ખોજાબેરાજા ગામની સીમમાં ગઈકાલે એક શ્રમિક યુવાનને માથામાં વીજવાયર અડધી જતાં તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મંગળવારે રાત્રે જોડિયાના માધાપર નજીક અન્ય એક શ્રમિકને કોઈ રીતે વીજ આંચકો લાગી જતાં તેઓનું પણ મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામની સીમમાં નરશીભાઈ ભગવાનજી મુંગરા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દલસિંગ રતનભાઈ મોરી (ઉ.વ.૩૪) તથા તેમના પત્ની નિર્મળાબેન ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે ખોજા બેરાજા ગામની સીમમાંથી ચાલીને જતા હતા.
આ વેળાએ આગળ ચાલ્યા જતાં દલસિંગને ત્યાં વીજ કંપનીનો જીવંત વીજવાયર નહીં દેખાતા આ વાયર માથામાં અડકી ગયો હતો. જેના કારણે વીજ આંચકો લાગતા આ યુવાન ઢળી પડ્યા હતા. તરત જ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સ માં રહેલા સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. નિર્મળાબેને પોલીસને જાણ કરી છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં મહિપતસિંહ સુખુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના હોલા તલાઈ ગામના દિનેશ મોટાભાઈ ઉર્ફે પાનસિંગ અજનાર (ઉ.વ.૩૧) નામના યુવાન મંગળવારે સાંજે તારાણા ગામમાં ગયા હતા. ત્યાંથી પરત ન આવતા ગઈકાલે સવારે તેની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં માધાપર જવાના રસ્તે ઘનુભા જાડેજા નામના ખેડૂતના ખેતર નજીક આ યુવાન બેશુદ્ધ જેવી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. આ યુવાનને મંગળવારની રાત્રે કોઈ રીતે વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયંુ છે. મૃતકના મોટાભાઈ કનુભાઈ અજનારે પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial