Advertisement
Author: નોબત સમાચાર

શાહરૂખે ૯૨ કરોડ, થલપતિ વિજયે ૮૦ કરોડ, સલમાને ૭પ કરોડ અને કોહલીએ ભર્યો ૬૬ કરોડ રૂપિયાનો ટેક્સ

બોલિવૂડ અને ક્રિકેટ જગતના સેલેબ્સ સૌથી વધુ ટેક્સ ભરનાર ટોપ ટેનમાં સામેલ

નવી દિલ્હી તા. પઃ વર્ષ ર૦ર૪ માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટોપ ટેનની ફોર્ચ્યુલ ઈન્ડિયાની યાદીમાં બોલિવૂડ - ક્રિકેટ જગતના ભારતના સેલેબ્સનો સમાવેશ થાય છે.

વર્ષ ર૦ર૪ માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે. થલાપતિ વિજય બીજા નંબરે છે. ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ ટોપ ૧૦ ની યાદીમાં છે.

ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાને નાણાકીય વર્ષ ર૦ર૪ માં ૯ર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. શાહરૂખ પછી આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનું નામ છે. તમિલ સુપરસ્ટારે ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે, જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર સલમાન ખાન છે અને તેણે ૭પ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હેડલાઈન્સમાં છે. 'કલ્કી ર૮૯૮ એડી'માં તેમનું કામ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અમિતાભે નાણાકીય વર્ષ ર૦ર૪ માં ૭૧ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે, જ્યારે ક્રિકેટર વિરાટ કોહલી ૬૬ કરોડ રૂપિયાનો ટેક્સ ભરીને આ યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

રિતિક રોશનનું નામ પણ ટોપ ૧૦ માં છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં માત્ર વિરાટ કોહલી, એમએસ ધોની (રૂ.  ૩૮ કરોડ) અને સચિન તેંડુલકર (રૂ.  ર૮ કરોડ) જ આ યાદીમાં ટોપ ૧૦ માં પોતાની જગ્યા બનાવી શક્યા છે. અન્ય રમતના ખેલાડીઓના નામ ટોપ ર૦ મા છે. 'ફાઈટર' અભિનેતા રિતિક રોશન ર૮ કરોડનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં ૧૦ મા સ્થાને છે.

ટેક્સ ભરવાના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કોઈથી ઓછા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી પણ તેની કમાણી રોકેટની ઝડપે વધી રહી છે. ક્રિકેટના મેદાન પર ધોનીની ચતૂરાઈ આખી દુનિયાએ જોઈ છે, પરંતુ તે ક્રિકેટર હોવા ઉપરાંત એક સારો બિઝનેસમેન પણ બની ગયો છે. આ જ કારણ છે કે આજે તેમની નેટવર્થ રૂ.  ૧૦૦૦ કરોડને પાર કરી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ટેક્સ ભરવાના મામલે વિરાટ કહોલી અને એમએસ ધોનીથી ઓછા નથી. સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિવિધ બિઝનેસમાં ઘણું રોકાણ કર્યું છે. આ જ કારણ છે કે આજે તેની સંપત્તિ ૧૪ કરોડ રૂપિયાની આસપાસ છે.

કમાણીના મામલામાં સૌરવ ગાંગુલી પણ કોઈથી ઓછા નથી. સૌરવ ગાંગુલી સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ચોથો સ્પોર્ટસ પર્સન બન્યો છે. સૌરવની આવક મુખ્યત્વે તેના બિઝનેસ તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. રિપોર્ટ અનુસાર સૌરવ ગાંગુલીએ આ વર્ષે ટેક્સ તરીકે ર૩ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જો તેની નેટવર્થની વાત કરીએ તો તે ૬૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh