Advertisement
Author: નોબત સમાચાર

સગીરાને અણછાજતા અડપલાં કરવા અંગે ઝડપાયેલા આરોપીના જામીન મંજૂર

મેઘપર પોલીસે કર્યાે હતો જેલહવાલેઃ

જામનગર તા. પઃ શાળાએથી છૂટીને ઘેર જતી એક સગીરાને રસ્તામાં રોકી તેણી સાથે અણછાજતા અડપલા કરનાર શખ્સની પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી કોર્ટ દ્વારા મંજૂર રાખવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા રોડ પર એક ગામમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રી શાળાએથી છૂટ્યા પછી બપોરના સમયે સાયકલ પર ઘેર આવતી હતી ત્યારે એક બિલ્ડીંગ પાસે ધસી આવેલા દિનેશ રામાભાઈ વઘોરાએ તેણીને પકડી લઈ અણછાજતા અડપલા કર્યા હતા.

ગભરાયેલી તરૂણી દોડીને નાસી છૂટી હતી. તેણીએ પોતાની માતાને વાત કર્યા પછી મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા ખાસ પોક્સો અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh