Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી સંસદસભ્ય અને નગરપાલિકા નિયામકના હસ્તે સોમવારે
ખંભાળિયા તા. ૫: સોમવારે ૭-૪ના ખંભાળિયા પાલિકા વિસ્તારના ૭૬ કરોડના વિકાસ કાર્યોનું રાજ્યમંત્રી, સાંસદ, પ્રા.ન.પા. નિયામકના હસ્તે ભૂમિપૂજન થશે.
ખંભાળિયા પાલિકા વિસ્તારમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર તથા પાલિકામાં ફાળવાયેલ ગ્રાન્ટમાંથી સોમવારે ૭૬ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવનાર હોય લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
૭૬ કરોડના નવા વિકાસ કાર્યોમાં ઘી તથા તેલી નદીના ગંદા પાણીના નિકાલ માટે ૨૯ કરોડ, ૨૯ કરોડના ખર્ચે જામનગર રેલવે ફાટક પર ઓવર બ્રીજ, પાંચ કરોડનું ફાયર સ્ટેશન, ૭૩ લાખનો સરકારી હોસ્પિટલ પાસે આઈકોનીક રોડ, ૫૦ લાખનો સ્મશાન પાસે ડેમ, નગર ગેઈટથી ચાર રસ્તાનો ૮૦ લાખનો રોડ, પોરબંદર રોડ પર સ્મશાન પાસે ૧.૮૦ કરોડનો પ્રાર્થના હોલ, ---- કચરા ડમ્પીંગ યાર્ડમાં ૧.૬૭ લાખનું એમ.આર.એફ. સેન્ટર વિ. કાર્યો થશે.
૨.૬૭ કરોડના કામના સ્થળ પર ખાતમુહૂર્ત થશે. જયારે બાકીના ટાઉનહોલમાં સાંકેતીક થશે. કેબિનેટ મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પ્રાદેશીક ન.પા. નિયામક મહેશભાઈ જાની સહિતના પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સાંજે ચાર વાગ્યે પાલિકા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial