Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમી પર્વ પર અનંત અંબાણીનો 'સંઘ પહોંચશે દ્વારકા'
'વનતારા' નાં પ્રણેતા અને રિલાયન્સનાં અનંત અંબાણી છેલ્લા ૯ દિવસથી દ્વારકાની પદયાત્રાએ છે. ગઇકાલે નવમા દિને બ્રહ્મમુર્હુતમાં પદયાત્રા આરંભ થઇ હતી.અનંત અંબાણી નવમા દિનની પદયાત્રામાં સુંદરકાંડનાં સંગીતમય પઠન માટે પ્રસિદ્ધ પંડિત રસરાજ મહારાજ સહિતનાં અગ્રણીઓ જોડાયા હતાં. યાત્રા દરમ્યાન એક પરીવાર તેનાં નાના બાળકને કાનુડાનાં વેશમાં લઇને પદયાત્રાનાં કાફલાને મળતા અનંત અંબાણીએ બાળગોપાલને તેડીને લાડ લડાવ્યા હતા. આ તકે પરીવારનાં વૃદ્ધાએ આશિષ રૂૂપે અનંત અંબાણીને ૧૦૧ રૂૂ. આપ્યા હતા અને સંતાનપ્રાપ્તિનાં આશીર્વાદ પણ આપ્યા હતાં. પરોઢીયે ઝાકળને કારણે હિલ સ્ટેશન જેવાં આહ્લાદક વાતાવરણમાં પદયાત્રાનાં મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીએ ૯ દિનની પદયાત્રામાં ૯૧ કિ.મી. નું અંતર કાપી લીધુ છે.હવે તેઓ જગતમંદિરથી માત્ર ૯.૫ કિ.મી. દૂર છે. આવતીકાલે તિથી અનુસાર રામનવમી પર અનંત અંબાણી નો જન્મદિન છે અને તેઓ આવતીકાલે સવારે જગતમંદિરે ભગવાનશ્રી દ્વારકાધીશની મંગળા આરતીનાં દર્શન કરી યાત્રા પૂર્ણ કરવાનાં છે. જેને પગલે દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન થયા છે.
(તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial