Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭-એપ્રિલ સુધી દાવા-વાંધા રજૂ થઈ શકશે
ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી સંઘ લિ. ખંભાળીયાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ખંભાળીયા, જિલ્લા રજિસ્ટ્રાર (સ.મં.) ની કચેરી, શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી સંઘ લિ.માં કરવામાં આવી છે. આ અંગેના દાવા-વાંધાઓ તા. ૭-૪-ર૦રપ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, ખંભાળીયામાં રજૂ કરી શકાશે. તેમજ દાવા-વાંધાઓના નિકાલની આખરી તા. ર૧-૪-ર૦રપ રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. ર૩-૪-ર૦રપ ના કરવામાં આવશે. આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતના નિયમો ૧૯૮ર ના નિયમ-૧૬ હેઠળ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી, ખંભાળીયાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial