Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધ-અપંગ-નિરાધાર ગૌમાતાના લાભાર્થે
ખંભાળીયા તા. ૫: ખંભાળીયાના ધરમપુરમાં આઈબેલી આવળ માતાજીના મંદિરના પરિસરમાં અંધ-અપંગ-નિરાધાર ગૌમાતાના લાભાર્થે એનિમલ કેર્સ ગ્રુપ તથા આઈબેલી ગ્રુપના ઉપક્રમે તા. ૧૮-૦૪-૨૫ થી ૨૪-૪-૨૫ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાસાસને પૂ. જીવણભગત બિરાજી કથાનું રસપાન કરાવશે. પૂજા વિધિ તથા યજ્ઞના આચાર્ય તરીકે કૃણાલ અદા બિરાજશે. તા. ૨૦-૦૪ના રાજશીબાપા જુનાગઢની મંડળી, તા. ૨૧-૦૪ના ક્રિષ્ણા કલાવૃંદનો કાર્યક્રમ, રાત્રે સંતવાણી, આશાપુરા ગરબી મંડળનો તલવાર રાસ, તા. ૨૩-૦૪ના કાનગોપીનો કાર્યક્રમ યોજાશે. તા. ૨૩-૪ના શહીદ પરિવાર, માજી સૈનિકો, ગૌ સેવકોનું સન્માન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial