Advertisement
Author: નોબત સમાચાર

પ્લેન ક્રેશ થવાના બનાવ અંગે સઘન તપાસઃ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ

સુવરડાની સીમમાં બુધવારે પ્લેન થયું હતું ક્રેશઃ

જામનગર તા.૪ : જામનગર નજીક સુવરડા ગામની સીમમાં બુધવારની રાત્રે ક્રેશ થયેલા એરફોર્સના ફાઈટર પ્લેન અંગે વધુ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો હુકમ થયો છે. આ દુર્ઘટનામાં એક પાયલોટ શહીદીને વર્યા હતા.

જામનગરના સુવરડા ગામની સીમમાં બુધવારે રાત્રે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિ સર્જાતા ક્રેશ થયું હતું. આ પ્લેનના ફલાઈટ લેફ. સિદ્ધાર્થ સુશીલ કુમાર યાદવનું અવસાન થયું હતું. જ્યારે સાથે રહેલા કો પાયલોટ મનિષ સિંગ સળગતા પેરાસૂટ સાથે સુવરડાની સીમમાં પડ્યા હતા.

આ બનાવ પછી કલેકટર, એસપી સહિતના અધિકારીઓ અને એરફોર્સની ટીમ દોડી આવ્યા હતા. આ બંને પાયલોટે પોતાના જીવને જોખમમાં મૂકી આકાશમાં જ અગનગોળો બની રહેલા પ્લેનને માનવ વસ્તીથી દૂર લઈ જવાના જીવ સટોસટના કરેલા પ્રયત્નોને આખરે સફળતા મળી હતી. જો કે, એક પાયલોટ શહીદીને વળતા ગમગીની પ્રસરી હતી.

આ બનાવ અંગે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો હુકમ કરવામાં આવ્યો છે. પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય એરફોર્સમાં જગુઆર પ્લેન ફાઈટર પ્લેન તરીકે સામેલ રહ્યું છે. ત્યારે બુધવારના ઉપરોક્ત બનાવ અંગે વધુ વિગતો પ્રાપ્ત કરવા તપાસના આદેશ થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh