Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામમાં
ભાટીયા તા. ૨: કલ્યાણપુર તાલુકાના ગાંગડી-વિરપુર સમસ્ત ગામ દ્વારા ગાંગડી ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૪-૪ થી તા. ૧૧-૪ સુધી લાંબા બંદરના ભાગવત કથાકાર ધવલભાઈ અત્રીના વ્યાસાસને ભાગવત કથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારે અને સાંજે રહેશે. બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા દરેક ક્ષોતાઓ માટે કરવામાં આવી છે.
તા. ૪-૪થી પંચકુંડી સાત દિવસનો વિષ્ણુ યાગ યજ્ઞ યોજાશે. પોરબંદરના નટુભાઈ જોષી આચાર્યપદેથી યજ્ઞની વિધિ કરાવશે. તા. ૮-૪ના રાત્રે ૧૦ વાગ્યે રતીદાસ ગોંડલીયા, દેવરાજભાઈ ગઢવી, બિરજુ બારોટ વગેરે કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૨-૪ના કાનગોપી રાસ ટુપણા મંડળી દ્વારા રજુ થશે. તા. ૬-૪ના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાશે. જેમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
આ ધાર્મિકોત્સવ દરમ્યાન સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial