Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રસિદ્ધ અને વિશ્વસનીય
રાજકોટ તા. ૫: રામ નવમીના પાવન દિવસે આજથી ૪૬ વર્ષ પૂર્વે સ્થપાયેલ દૃષ્ટિ એડવર્ટાઈઝીંગ એજન્સીનો ૪૭મા વર્ષમાં પ્રવેશ થયો છે.
રામ સેના જેવી અખંડ સાધના અને પરિશ્રમ થકી દૃષ્ટિની ટીમ તેમના આદ્યસ્થાપક ગિરધરભાઈ ઘાડીયા તથા ગિરીશભાઈ ત્રિવેદીના સબળ નેતૃત્વ હેઠળ અનેકવિધ ઈન્ડસ્ટ્રીઝની અનેકવિધ બ્રાન્ડસની સ્ટ્રેટિજિ બનાવવા તેના ગ્રાહકવર્ગ સાથે સેતુ સ્થાપી વિજયી બનાવી છે.
સક્ષમ ટીમ વર્ક, આધુનિક ટેકનોલોજી, વ્યવસાયિક દૃષ્ટિકોણ અને મીડિયા સાથેના સંબંધો દૃષ્ટિના આ શસ્ત્રો હરહંમેશ ધારદાર રહ્યા છે. પ્રાપ્ત થયેલ સંસાધનોની અવહેલના કયારેય પણ ન થાય તેમજ કોમ્યુનિકેશનમાં કોઈ પણ શબ્દ તેની મર્યાદા ન ઓળંગે તેવી દૃષ્ટિની કાળજી મર્યાદાપુરૂષોત્તમના જીવન દર્શનથી પ્રેરાયેલી રહી છે. અને એટલે જ તો દૃષ્ટિનો તેમના ગ્રાહકવર્ગ સાથેનો સેતુ સદા અકબંધ રહ્યો છે. કારણ, તે વિશ્વાસના પથ્થરોથી નિર્માણ થયો છે. સંબંધોની ગરિમા, વૈચારિક પરિપકવતા, વચનોની પૂર્તિ, મૂલ્યોને આધીન પરંપરાઓ, ધારદાર સજ્જતા અને આધુનિક અભિગમ થકી દૃષ્ટિ એડવર્ટાઈઝર એન્ડ ડિઝાઈનીંગ આજે એજન્સી ઉદ્યોગમાં અગ્રેસર બની રહી છે અને અનેક નવા આયામો સર કરી રહી છે. ગિરધરભાઈ ઘાડીયાના વિદેશગમન પછી પણ તેમના વિશ્વાસથી છેલ્લા ૨૫ વર્ષોથી સંપૂર્ણપણે સ્ટાફ દ્વારા એડવર્ટાઈઝીંગ એજન્સી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial