Advertisement
Author: નોબત સમાચાર

બાઈક પર જતાં વેપારીની સિતેર હજાર રોકડવાળી બેગ લૂંટાઈ

કાચા રસ્તા પર બે બાઈકમાં ધસી આવેલા ચાર શખ્સ લૂંટને અંજામ આપી પલાયનઃ

જામનગર તા.૫ : જોડિયાના કેશીયા ગામમાં વસવાટ કરતા અને ત્યાં જ દુકાન ચલાવતા એક વેપારી ગઈરાત્રે આઠેક વાગ્યે ધ્રોલથી બાઈક પર કેશીયા જવા માટે નીકળ્યા ત્યારે તેઓની પાસે રહેલા બેગમાં રૂ.૭૦ હજાર રોકડા હતા. આ વેપારી લખતર નજીક ઓવરબ્રિજ પરથી ઉતરી કાચા રસ્તા તરફ આગળ વધ્યા ત્યારે બે બાઈક પર ધસી આવેલા ચાર શખ્સમાંથી બે શખ્સે બેગ લૂંટી લીધુ હતું. તેમાંથી રોકડ કાઢી બેગ ફેંકી દઈ લૂંટારૂઓ નાસી ગયા છે.

જોડિયા તાલુકાના કેશીયા ગામમાં રહેતા મીતભાઈ કિરીટભાઈ ગોદવાણી નામના વીસ વર્ષના વેપારી ગઈકાલે સાંજે આઠેક વાગ્યે પોતાની દુકાન વધાવ્યા પછી પોતાની પાસે રહેલી બેગમાં રૂ.૭૦ હજાર રોકડા રાખી એચઆર-૩૧-એચ ૭૬૮૬ નંબરના મોટરસાયકલમાં ધ્રોલથી કેશીયા ગામ તરફ જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે સાડા આઠેક વાગ્યે લખતર ઓવરબ્રિજ પરથી ઉતરી કેશીયા ગામ તરફ જવાના કાચા રસ્તા પર આગળ વધ્યા ત્યારે અચાનક બે બાઈક પાછળથી ધસી આવ્યા હતા. તેમાં રહેલા ચાર શખ્સ પૈકીના ૨૫થી ૩૦ વર્ષની વયના બે શખ્સ મોટરસાયકલમાં પાછળ થી ઉતર્યા હતા. તેઓએ મીત ભાઈને રોકાવી છરી બતાવી હતી અને રૂ.૭૦ હજારની રોકડવાળું બેગ ઝૂંટવી લીધુ હતું તે પછી ચારેય શખ્સ પલાયન થઈ ગયા હતા.

ઉપરોક્ત બનાવથી હેબતાયેલા મીતભાઈ પોલીસ મથકે દોડી ગયા હતા. જોડીયાના પીઆઈ આર.એસ. રાજપૂત તથા સ્ટાફ બનાવના સ્થળે ધસી ગયા હતા. જ્યાં તેઓએ શરૂ કરેલી તપાસમાં થોડે દૂરથી ખાલી બેગ મળી આવ્યું હતું. આ બેગ લૂંટી, તેમાંથી રૂ.૭૦ હજાર રોકડા કાઢી લઈ લૂંટ ચલાવનાર ચાર શખ્સ સામે મોડીરાત્રે જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. પોલીસે મીતભાઈ ગોદવાણીની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૫૪, ૩૦૯ (૪), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh