Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા
જામનગર તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર, ઓખા, સલાયા અને ખંભાળિયા તાલુકાના ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા પક્ષના ઉચ્ચ હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી તાલુકાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
જેમાં જામરાવલ શહેરમાં પ્રમુખ તરીકે સચિન અગ્રાવત, મહામંત્રી તરીકે રાણાભાઈ જમોડ અને મનોજભાઈ મેર, ઉપપ્રમુખ પદે લીલાભાઈ વાઘેલા, નિલેષ વાઘેલા, દ્વારકેશ થાનકી, લતાબેન અગ્રાવત, રીટાબેન પરમાર, અને શોભનાબેન પરમાર, મંત્રી તરીકે રમેશભાઈ દેત્રોજા, જ્યોસનાબેન કંથરાઈ, સંજય મકવાણા, અખિલ મકવાણા, મોહનભાઈ સોલંકી, શાંતિબેન જમોડ અને કોષાધ્યક્ષ તરીકે શાંતિબેન જાદવની નિમણૂકનો સમાવેશ થાય છે.
કલ્યાણપુર તાલુકામાં પ્રમુખ તરીકે વલ્લભભાઈ હડિયલ, મહામંત્રી તરીકે દિનેશભાઈ બેલા અને શરદભાઈ મોદી, ઉપપ્રમુખ પદે ભરતભાઈ વારોતરિયા, આંબાભાઈ ડાભી, વિરાભાઈ ચાવડા, અનિરૂદ્ધસિંહ વાઢેર, કરશનભાઈ કાંબરિયા અને નિમુબેન મકવાણા, મંત્રી તરીકે હરિષભાઈ કણઝારિયા, ભરતભાઈ મેર, ગીતાબેન નવેરા, નાથાભાઈ વરૂ અને જગદિશભાઈ ભાટિયા અને હિનાબેન હડિયલ તેમજ કોષાધ્યક્ષ તરીકે ઘેલુભાઈ સાખરાની વરણી કરવામાં આવી છે.
ઓખા શહેરના પ્રમુખ તરીકે સુરેશભાઈ ગોહિલ, મહામંત્રી તરીકે આલાભા માણેક અને રવિભાઈ વારા, ઉપપ્રમુખ તરીકે હિતેષભાઈ ગોકાણી, હરેશભાઈ અગ્રાવત, વિવેક જગતિયા, સુભાષભા માણેક, કિશોરભાઈ અગ્રાવત અને નાંગેશભા નાથાણી તથા મંત્રી તરીકે લખમાબેન મોરી, પ્રતાપભાઈ જેઠવા, રશીદાબેન પલાણી, પ્રીતિબેન ચૌહાણ, સુનિતાબેન ઝાલા, યાશ્મિનબેન તુરક, તથા કોષાધ્યક્ષ તરીકે રાજભા માણેકને નિમણૂક આપવામાં આવી છે.
સલાયા શહેરમાં પ્રમુખ તરીકે ચિરાગભાઈ દિલીપભાઈ તન્ના (લાલજી ભુવા), મહામંત્રી તરીકે પ્રદિપસિંહ જાડેજા અને સુમિતલાલ, ઉપપ્રમુખ તરીકે મોહન વ્યાસ, રાજ તન્ના, પુનિતભાઈ ભટ્ટ, ખ્યાતિબેન કિરસાતા, મધુબેન મોદી, અને સ્મિત સામાણી, મંત્રી તરીકે રેખાબેન વલાણી, રેખાબેન મકવાણા, વિજયગીરી ગોસ્વામી, જયેશભાઈ પરમાર, દિવ્યેશગીરી ગૌસ્વામી, અને કપિલભાઈ પીઠડિયા તથા કોષાધ્યક્ષ તરીકે હીપીનભાઈ આહ્યાની વરણી કરવામાં આવી છે.
જ્યારે ખંભાળિયા તાલુકામાં પ્રમુખ તરીકે કશ્યપભાઈ આહિર, મહામંત્રી તરીકે ડો. વિશાલભાઈ કણઝારિયા, અને ખિમાણંદભાઈ ગઢવી, ઉપપ્રમુખ તરીકે નારણભાઈ ચાવડા, ગંગાબેન પરમાર, નેભાભાઈ આંબલિયા, વનરાજસિંહ જાડેજા, લક્ષ્મીબેન ડગરા, અને ટ્વીંકલબેન ડોડિયા, મંત્રી તરીકે દેવસીભાઈ ભાટિયા, મનિષાબેન નકુમ, જસવંતસિંહ જાડેજા, પ્રવિણભાઈ લાંબરિયા, દિપ્તિબેન મંગેશ, દિનેશભાઈ જોષી, અને કોષાધ્યક્ષ તરીકે વૃજલાલ વોરીચાની નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial