Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધાના ઘરમાં રહેલા કેમેરામાં બનાવ કંડારાયોઃ
જામનગર તા.પ : જામજોધપુરના એક પોશ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ઘરમાં એકલા રહેલા મહિલાને મળવાના પ્રયોજનથી આવેલા એક અન્ય મહિલાએ તે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની લૂંટ કરી હતી. જો કે, વૃદ્ધાએ પાડેલી બુમના પગલે તે મહિલા પાડોશીઓના હાથમાં ઝડપાઈ ગયા હતા. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જામજોધપુર શહેરના હાર્દ સમા ગાંધી ચોકના પાછલા વિસ્તારમાં આવેલા એક શ્રીમંત પરિવારના મકાનમાં થોડા દિવસ પહેલાં દિવસના સમયે તે પરિવારના વૃદ્ધા એકલા હતા અને તેઓ ઘરનું કામકાજ કરતા હતા ત્યારે જામજોધપુર શહેરના ભદ્ર સમાજની એક મહિલા મળવા માટે આવી હતી. આ મહિલાએ ઘરમાં પ્રવેશી આપણે જૂના ઓળખીતા છીએ તેમ કહી અડીંગો જમાવ્યો હતો. આ મહિલાને પાણીનું પૂછ્યા પછી વૃદ્ધા પાણી લાવવા રસોડામાં ગયા ત્યારે પાછળ પાછળ ગયેલ આ મહિલાએ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ઝડપ મારી હતી અને ઉતાવળા પગલે તે મહિલા ઘરમાંથી નીકળી ગઈ હતી. આ પછી તરત જ બહાર નીકળેલા વૃદ્ધાએ બૂમાબૂમ કરતા દોડી આવેલા અન્ય પાડોશીઓએ તે મહિલાને પકડી પાડી હતી. આ બનાવ અંગે હાલમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ વૃદ્ધાના ઘરમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં ઉપરોક્ત બનાવ કંડારાઈ ગયો છે અને તેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial