Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકામાં: દ્વિપક્ષિય વાટાઘાટો

ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વખત સંરક્ષણ કરાર થશેઃ

નવી દિલ્હી તા. ૫: વડાપ્રધાન મોદી શ્રીલંકા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતું. તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને અનેક મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનો લશ્કરી અને આર્થિક હસ્તક્ષેપ સતત વધી રહૃાો છે. આ મુલાકાત ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે શ્રીલંકા માત્ર ભારતનો પાડોશી જ નથી પરંતુ હિંદ મહાસાગરમાં તેની ભૌગોલિક સ્થિતિ પણ તેને મહત્વપૂર્ણ બનાવે છે.

આ પ્રવાસમાં, પીએમ મોદી ભારતના તણાવને દૂર કરવા માટે બધું જ કરવાના છે. સામાજિક નિષ્ણાતો તેને ભારતની 'પડોશી પ્રથમ'નીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માની રહૃાા છે. રાત્રે જ્યારે પીએમ મોદી કોલંબો પહોંચ્યા ત્યારે શ્રીલંકાના છ ટોચના મંત્રીઓ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર હતા. વરસાદ છતાં એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત બંને દેશો વચ્ચેના વધતા સંબંધોની ઝલક આપે છે. પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ત્યારબાદ અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આ મુલાકાત થાઇલેન્ડમાં બિમ્સ્ટેક સમિટ પછી આવી રહી છે, જે ભારતની પ્રાદેશિક રાજદ્વારીતાને વધુ મજબૂત બનાવે છે. મોદીની મુલાકાત શ્રીલંકાને ભારત સાથે વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ છે, એમ સંરક્ષણ વિશ્લેષક સંચિત સેન ઠ પર લખે છે. સંરક્ષણ કરાર અને ઉર્જા પ્રોજેક્ટ્સ ચીન માટે સ્પષ્ટ સંદેશ છે.ભારત શ્રીલંકા સાથેના સંબંધો મજબૂત કરીને હિંદ મહાસાગરમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગે છે.

ભારત શ્રીલંકાને ચીનના દેવાના જાળમાંથી બહાર કાઢીને એક વિશ્વસનીય ભાગીદાર બનાવવા માંગે છે. ભારતે ૨૦૨૨ માં શ્રીલંકાના આર્થિક સંકટ દરમિયાન તેને ૪.૫ બિલિયન ડોલરની સહાય પૂરી પાડી, જેનાથી પ્રથમ  પ્રતિભાવ આપનાર તરીકે તેની છબી મજબૂત થઈ.

હવે ભારત શ્રીલંકાને ઉર્જા કેન્દ્ર બનાવીને, ડિજિટલ કનેક્ટિવિટી વધારીને અને સંરક્ષણ સહયોગ દ્વારા તેની પકડ મજબૂત કરવા માંગે છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહૃાું કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ૮ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. પહેલી વાર ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ કરાર થશે, જેમાં તાલીમ અને લશ્કરી સાધનોમાં મદદનો પણ સમાવેશ થશે. એનર્જી ગ્રીડ કનેક્ટિવિટીઃ બંને દેશો વચ્ચે પાવર ગ્રીડને જોડવાની યોજના. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર બનાવવા માટે ભારત, શ્રીલંકા અને યુએઈ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહૃાા છે. પ્રડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થવાની શકયતા છે. પીએમ મોદી દામ્બુલામાં કોલ્ડ સ્ટોરેજ સુવિધા અને ત્રિંકોમાલીમાં સંપુર સોલાર પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh