Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાઠોડ પરિવાર દ્વારા આગામી રવિવારથી
જામનગર તા. ૪: જય દાનાડાડા વંશજ રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ૬/૪ ને રવિવારી તા. ૧ર/૪ ને શનિવાર સુધી શ્રી દાનાડાડાના મંદિરે, દરિયા કિનારે, નવાનાગનામાં કરવામાં આવ્યું છે. કથા પ્રવણનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
શાસ્ત્રીજી પ.પૂ. ભટ્ટ મુંકુંદરાયજી મહારાજશ્રી (લાલપુરવાળા) વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં તા. ૬ ના સવારે ૮-૩૦ વાગ્યે પૂજન વિધિ, બપોરે ૩-૩૦ વાગ્યે પોથીયાત્રા મહાત્મ્ય, સાંજે પ-૩૦ વાગ્યે કપિલ જન્મ, તા. ૭/૪ ના સાંજે પાંચ વાગ્યે ભરત ચરિત્ર, તા. ૮/૪ ના સાંજે ૬ વાગ્યે નૃસિંહ પ્રાગટ્ય, તા. ૯/૪ ને સવારે ૧૦-૩૦ વાગ્યે વામન જન્મ, બપોરે ૧ર વાગ્યે રામજન્મ, સાંજે ૬ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ, તા. ૧૦ ના સાંજે પાંચ વાગ્યે શ્રી ગોવર્ધનલીલા, તા. ૧૧ ના સાંજે ૬વાગ્યે શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, તા. ૧ર ના સવારે ૧૧ વાગ્યે સુદામા ચરિત્ર, બપોરે ૧ર વાગ્યે પરિક્ષિત મોક્ષ અને કથા વિરામ લેશે. બહારગામથી આવનારા મહેમાનો તથા આમંત્રિતો માટે દરરોજ બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
સપ્તાહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૮/૪ ને મંગળવારે રાત્રે ૯-૩૦ વાગ્યે લોકડાયરામાં રાજભા ગઢવી અને નવીન ભાટી દુહા-છંદ, ભજન રજૂ તા.૯/૪ ના સાંજે ૬ થી રાત્રિના ૯ વાગ્યે સમસ્ત સતવારા સમાજની બહેનોનો મહારાસ રાખવામાં આવ્યો છે. જેમાં તુલસીબેન રાઠોડ અને વીણાબેન રાઠોડ લોકગીત રજૂ કરશે.
તા. ૧૦/૪ ને ગુરુવારે રાત્રે ૮ વાગ્યે જયદાના ડાડા સેવા સમિતિ ગ્રુપ નવાનાગનાના સહયોગથી રાઘેશ્યામ કાનગોપી (કોલકી) નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા. ૧ર/૪ ના રાત્રે વાગ્યે આંબાવાડી કલાવૃંદ-ખંભાળિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial