Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણી આવતીકાલે પદયાત્રા સંપન્ન કરી ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં કરશે દર્શન

શારદાપીઠના બ્રહ્મચારી નારાયણનંદજીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

દ્વારકા તા. ૫: દ્વારકામાં આવતીકાલે તારીખ ૬ ના સવારે રિલાયન્સના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રિલાયન્સ ખાવડીથી દ્વારકા સુધીની પદયાત્રા તારીખ ૩૦ માર્ચના શરૂ કરી હતી જે પદયાત્રા તારીખ ૬ એપ્રિલના સવારે દ્વારકાધીશજીની મંગળા આરતીના સમયે પદયાત્રા પૂર્ણ થનાર છે. અનંત અંબાણી તા. ૬ ના સવારે ૬ વાગ્યાના આસપાસ દ્વારકા નગરમાં પદયાત્રા સાથે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર તરફ નગરમાં પ્રયાણ કરશે. આ તકે વહેલી સવારે તેમનું આ પદયાત્રા સન્માન સમારંભમાં દેશની જાણીતી સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે તેવા સમાચારો મળી રહ્યા છે.

અનંત અંબાણી પ્રથમ દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલ ગોમીતીઘાટના પવિત્ર જલથી ચરણ સ્પર્શ કરી અને દેહશુદ્ધિ કર્યા પછી માતા ગોમતી નદીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. મંદિર પરિસરમાં પ્રવેશ સાથે ધીરૂભાઈ માર્ગ ઉપર પણ ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દ્વારકા નગરના જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ અનંત અંબાણીનું સ્વાગત-સન્માન કરશે. આ પદયાત્રા અંતર્ગત દ્વારકા-શારદાપીઠના બ્રહ્મચારી સ્વામી શ્રી નારાયણનંદજીના અધ્યક્ષસ્થાને રિલાયન્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેપારી મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, અને જુદા જુદા સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં અનંત અંબાણીનું પદયાત્રા પૂર્ણાહુતિ પ્રસંગે ઉમળકાભેર સ્વાગત, સન્માન કરવા નક્કી કરાયું છે.

અત્રે એ નોંધનીય છે કે અનંત અંબાણી દ્વારકાધીશ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. વારંવાર દ્વારકાધીશજીના દર્શન કરવા આવે છે. તારીખ ૬ એપ્રિલના અનંત અંબાણી તિથિ મુજબ રામનવમીના દિને એમનો જન્મદિન હોય, અને તે જ દિવસે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા હોય જેથી સનાતન ધર્મના આ યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા પછી દ્વારકાધીશજીની ચરણ પાદૂકાનું પૂજન કરશે અને શારદાપીઠ પરિસરના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સ્વામી સરસ્વતીજીની ગાદી ઉપર મસ્તક નમાવી દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન કરશે. આ વખતે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર અને ગુગળી બ્રાહ્મણો અનંત અંબાણીને શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ આપશે. ખાસ કરીને તારીખ ૬ ના દિને સમગ્ર દ્વારકાનગરના ઘેર-ઘેર અનંત અંબાણી તરફથી પ્રસાદ (મીઠાઈ) વિતરણ કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh