Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષિકાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં ફરાર બેડીનો શખ્સ લૈયારામાંથી ઝબ્બે

અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં દંપતી ઝડપાયું: દારૂબંધી ભંગના બે આરોપી પકડાયાઃ

જામનગર તા. ૨૪: જામનગરમાં અગિયાર મહિના પહેલાં એક શિક્ષિકાએ ત્રણ શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હતી. આ ગુન્હામાં નાસી ગયેલા આરોપીને એલસીબીએ લૈયારામાંથી દબોચી લીધો છે. જ્યારે દારૂબંધી ભંગના બે ગુૃન્હામાં બે વર્ષથી નાસતા ફરતા અન્ય બે આરોપી ઝડપાયા છે અને અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલા દંપતીને પોલીસે પકડી પાડ્યું છે.

જામનગરના ૫ંચવટી વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાએ ગયા મે મહિનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીએ અંગ્રેજી ભાષામાં લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી હતી. જેમાં બેડીના રઝાક સાયચા, અખ્તર ચમડીયા, અફરોઝ ચમડીયા નામના શખ્સો ત્રાસ આપતા હોવાથી તેણીએ ગળાફાંસો ખાધો હોવાની વિગત લખેલી હતી.

ત્યારપછી મૃતક યુવતીના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી ૩૦૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં અફરોઝ તૈયબ ચમડીયાની ધરપકડ કરવાની બાકી હતી. આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી ધ્રોલથી પડધરી વચ્ચેના લૈયારા ગામ પાસે દરગાહ નજીક આવ્યો હોવાની બાતમી એલસીબીના સંજયસિંહ, હરદીપ બારડ, મયુરસિંહને મળતા ગઈકાલે એલસીબીની ટીમ લૈયારા દોડી ગઈ હતી. ત્યાંથી આ શખ્સને ઝડપી લેવાયો છે. તેનો કબજો સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયો છે.

જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં શાંતિનગરની શેરી નં.૭માં રહેતા વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે વાંગળની સંડોવણી ખૂલી હતી. આ શખ્સ નાસતો ફરતો હતો. તે શખ્સ પંચવટી પાસે આવ્યો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, મયુદ્દીન સૈયદને મળતા ત્યાં દોડી ગયેલી એલસીબીએ આરોપીને ઝડપી લીધો છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલાં પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. તેમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના ભોપાલગઢ તાલુકાના દેવાતરા ગામના દેવીલાલ સ્વરૂપરામ નાઈ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. આ શખ્સને ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે દબોચ્યો છે.

લાલપુરના પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં દુષ્કર્મ તથા સગીરાના અપહરણનો એક ગુન્હો રજીસ્ટર થયો હતો. તેમાં મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની અને હાલમાં સુરતના કતાર ગામમાં રહેતા રોહિત જીવણભાઈ શિયાર અને તેના પત્ની મુકતાબેન રોહિતભાઈ શિયારની સંડોવણી ખૂલી હતી. આ બંને આરોપી અંગે લાલપુર પોલીસે ટેકનિકલ એનાલિસીસ હાથ ધર્યા પછી બંનેને પકડી લેવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh