Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં નગરના શખ્સને ૨૦ વર્ષની સખત કેદ

રૂ.૯ લાખ વળતર પેટે સગીરાને ચૂકવવામાં આવશેઃ

જામનગર તા. ૨૪: જામનગરના એક પરિવારની સગીર પુત્રી પર સવા બે વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારનાર એક ઢગા સામે ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૯ લાખ ચૂકવવામાં આવશે.

જામનગરના આ કિસ્સાની વધુ વિગત મુજબ લાખોટા બ્યુટીફિકેશનના પ્રથમ નંબરના ગેઈટથી ગઈ તા.૧૧-૧૨-૨૧ ના દિને પંચાવનેક વર્ષનો ઢગો એક સગીરા સાથે આવ્યો હતો. તે પછી આ શખ્સે તેણીની સાથે અણછાજતા અડપલા કર્યા હતા. તે દ્રશ્ય નિહાળી કોઈએ પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસે તે સ્થળેથી ઢગા તથા સગીરાને અટકાયતમાં લઈ પોલીસ મથકે ખસેડ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં આવી ગયેલા સગીરાના વાલીઓએ આબરૂ જવાની બીકે જે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી. પોલીસે સગીરા તેમજ તેણીના પરિવારજનના નિવેદન નોંધ્યા હતા અને ભાયા જગા આંબલીયા નામના આ ઢગાના મોબાઈલ નંબર મેળવી તેઓને જવા દીધા હતા. ત્યારપછી ઘેર પહોંચી આ સગીરાએ પોતાના પરિવાર સમક્ષ વાત કરી હતી કે, તે ઢગાની દીકરી આ સગીરાની બહેનપણી છે અને અગાઉ તેણી પોતાની બહેનપણીના ઘરે લેશન કરવા ગઈ હતી ત્યારે ઘરમાં એકલા રહેલા ભાયા આંબલીયાએ પોતાના ઓરડામાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારપછી અવારનવાર દુષ્કર્મ ગુજારી ભાયા આંબલીયાએ તેણીને ચૂપ રહેવા ફરજ પાડી હતી. આ કેફિયતથી ચોંકી ગયેલા પરિવારજનોએ ફરીથી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એન) (આઈ), પોક્સો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ફરિયાદી તેમજ ભોગ બનનાર સગીરા, તબીબ, પોલીસ સાહેદ અને અન્ય સાહેદોની જુબાની રજૂ કરી હતી. બંને પક્ષ તરફથી થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ભાયા જગા આંબલીયાને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદ ફરમાવાઈ છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૯ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh