Advertisement
Author: નોબત સમાચાર

આખી દુનિયામાં સૌથી ધનાઢય અબુ ધાબીનો પરિવારનો આલીશાન મહેલ જ ચારહજાર કરોડનો!

રૂ.૨૫ લાખ કરોડથી વધુ નેટવર્થઃ ૮ પ્રાઈવેટ વિમાનોઃ ૭૦૦ લકઝરી કાર

નવી દિલ્હી તા. ર૪ : અબુધાબીનો રોયલ પરિવાર પૃથ્વી પરનો સૌથી અમીર પરિવાર છે, તેનો મહેલ જ ૪૦૦૦ કરોડનો છે. તેની પાસે ૮ પ્રાઈવેટ જેટ અને ૭૦૦ લકઝરી કારનો કાફલો છે. આ પરિવારનું કુલ નેટવર્થ ફેબ્રુઆરી ર૦ર૪ સુધી રપ,૩૩,૧૧૩ કરોડ રૂપિયા જેટલું હતું આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખૂબ વધુ છે.

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે એલોન મસ્ક છે જ્યારે વિશ્વના સૌથી ધનવાન પરિવારનો આલીશાન મહેલ હજારો કરોડ રૂપિયાનો છે અને કારોની સંખ્યા તો એટલી છે કે કોઈ મોટા શોરૂમમાં પણ ન હોય. આ પરિવારમાં જેટલા સભ્યો નથી તેનાથી વધુ લકઝરી કારો છે.

બ્લૂમબર્ગનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે પરિવાર પાસે ૮ પ્રાઈવેટ જેટ તથા આશરે ૭૦૦ લકઝરી કારો અને એક યોટ છે, જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. અબુધાબીના આ રોયલ પરિવારને અલ નયાલ પરિવારથી પણ ઓળખવામાં આવે છે.

આ વિશ્વનો સૌથી ધનવાન પરિવાર છે જેની કુલ નેટવર્થ ફેબ્રુઆરી ર૦ર૪ સુધી રપ,૩૩,૧૧૩ કરોડ રૂપિયા આંકવામા આવી હતી. આ રકમ એલોન મસ્કની કુલ સંપત્તિ ૧૪,૮૭,૩૬૦ કરોડ રૂપિયાથી ખૂબ વધુ છે.

સંયુકત અબર અમીરાતના પ્રમુખ અને હેડ ઓફ સ્ટેટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન પરિવારનું વિશ્વભરમાં રોકાણ છે. તેમના પેલેસની કિંમત જ ૪ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. કાર કલેકશનમાં પણ કેટલાક રેર મોડલ પણ છે. આ સિવાય ૮ પ્રાઈવેટ જેટ પણ છે. આ પરિવારના મહેલનું નામ કષા અલ વતન, જે ૩.૮૦ લાખ વર્ગફૂટમાં બનેલો છે. તેના દરવાજા ૩૮ મીટર પહોળો ડોમ બનાવવામાં આવ્યો છે. રોયલ પેલેસ સિવાય આ પરિવારની પાસે વિશ્વભરમાં ખરીદવામાં આવેલી અનેક પ્રોપર્ટી છે. પેરિસમાં ચેટ્યૂ ડી બેલો, યુકેમાં ઘણી પ્રોપર્ટી હોવાને કારણે શેખ ખલીફાના લેન્ડલોર્ડ ઓફ લંડન કહેવામાં આવે છે. આ પરિવારે વિશ્વભરમાં રોકાણ કર્યું છે. તેમાં એલોન મસ્કની કંપની અને રિહાનાની લોજરી કંપની નું નામ પણ સામેલ છે.

રોયલ પરિવારની પાસે દુનિયાનો સૌથી મોટો યોટ પણ છે. જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે. બ્લૂ સુપરયોટની લંબાઈ આશરે પ૯૧ ફૂટ છે, જે જેફ બેઝોસની સુપરયોટ કોરૂથી પણ વધુ છે. તેની કિંમત આશરે ૪૯૯૧ કરોડ રૂપિયા છે. આ પરિવાર પાસે તેની ટુકડીમાં બુગાટી, ફરારી, મેકલેરેરન, મર્સિડીઝ-બેન્ઝ અને લેમ્બોર્ગિની સહિત ઘણી કાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh