Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

કાલાવડ (શીતલા) તાલુકાના બાંગા ગામમાં

જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લાના કાલાવડ (શિતલા) તાલુકાના બાંગા ગામે તા. રપ-૪ થી તા. ૧-પ સુધી દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ, દરબાર, આહિર સહિત ૧પ સમાજના પિતૃઓના મોક્ષાર્થે આયોજીત આ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રીજી ગોપાલદાસ મહારાજ (વૃંદાવન-મથુરાવાળા) વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે.

તા. રપ ના સવારે ૯-૩૦ વાગ્યે પોથીયાત્રા, તા. રણ્ ના સાંજે ૪ વાગ્યે સુખદેવજી અવતાર, તા. ર૭ ના સવારે ૧૧ વાગ્યે નૃસિંહ અવતાર, તા. ર૮ ના સવારે ૧૦-૩૦ વામન અવતાર, સાંજે પ વાગ્યે રામ અવતાર, ૬ વાગ્યે કૃષ્ણ જન્મ, તા. ર૯ ના સાંજે પ વાગ્યે ગોવર્ધન લીલા, તા. ૩૦ ના સાંજે ૬ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ, તા. ૧-પ ના સવારે ૧૦ વાગ્યે સુદામા ચરિત્ર, સાંજે ૬ વાગ્યે કથા વિરામ લેશે.

શિતલગીરી બાપુ ચેતન સમાધી પુણ્યતિથિ નિમિત્તે ભીખુપુરી બાપુ તરફથી તા. ૩૦-૪ ના સાંજે ૬ વાગ્યે બાંગા ગામ ધુમાડા બંધ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. તા. ૩૦-૪ ના રાત્રે ૯ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં મેહુલ બારોટ બિજલભાઈ ભરવાડ સહિતના કલાકારો સંતવાણી રજુ કરશે.

આ સપ્તાહમાં કલ્યાણનાથજી બાપુ (શનિ મંદિર-મોડપર) સહિતના અનેક સંતો-મહંતો તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ આયોજક ભીખુપુરીબાપુ (શિવ મંદિરના ૫ૂજારી) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh