Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાને ઉછીની લીધેલી રકમ પરત આપ્યા પછી કરાઈ ઉઘરાણી

ત્રણ શખ્સે ધોકાથી માર માર્યાે:

જામનગર તા. ૨૪: જામનગરના એક ભાનુશાળી યુવાને રૂ.ર લાખ ઉછીના લીધા હતા. તે રકમ પરત ચૂકવાઈ ગયા પછી પણ નાણા ધીરનાર શખ્સે ઉઘરાણી કરી મળવા માટે બોલાવ્યા પછી પોતાના બે સાગરિત સાથે મળી ધોકાથી આ યુવાનને ગઈકાલે ધોકાવી નાખ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટની ડી વીંગમાં રહેતા વિવેક પ્રવીણભાઈ નંદા નામના આસામીએ અગાઉ અનિરૂદ્ધસિંહ પીંગળ નામના શખ્સ પાસેથી રૂ.૨ લાખ હાથ ઉછીના મેળવ્યા હતા.

તે રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં અનિરૂદ્ધસિંહે હજુ પૈસા દેવાના છે તેમ કહી વિવેક પાસે ઉઘરાણી કર્યા પછી ગઈકાલે સાંજે તેને મળવા માટે સત્યસાઈ સ્કૂલ પાસે બોલાવ્યો હતો. ત્યાં ગયેલા વિવેકને ગાળો ભાંડી અનિરૂદ્ધસિંહ તથા બે અજાણ્યા શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. ઈજા પામેલા વિવેકે ગઈરાત્રે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh