Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બીજી મે ના ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે

રૂપાલાના નિવેદનનો વિવાદ યથાવતઃ

જામનગર તા. ર૪ : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકિ રહ્યો છે અને આંદોલન-પાર્ટ-ર નો પ્રારંભ થયો છે.

આગામી તા. ર ના જામનગરમાં મહા સંમેલન યોજવામાં આવનાર છે. ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે. ગામે ગામ આંદોલન, ધરણાં, વિરોધ પ્રદર્શન થયા પછી હવે આંદોલન પાર્ટ-ર નો પ્રારંભ થયો છે.

જામનગરમાં પણ બહેનો દ્વારા છાવણી નાંખી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યો છેે. બીજી તરફ ધર્મરથનું ૫ણ આયોજન થયું છે હવે ગામે ગામ રથ ફેરવી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપિલ કરવામાં આવશે. ત્યારે હવે નવા કાર્યક્રમમાં આગામી તા. ર-પ-ર૯ ના જામનગરમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજવામાં આવનાર છે. જેમાં નક્કી થયા મુજબ આક્રમક કાર્યક્રમો જાહેર થઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh