Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને ૨૦૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે
વોશિંગ્ટન તા. ર૪: ગાઝા હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ર૦૦ મૃતદેહો મળી આવ્યા પછી ઈઝરાયેલી સેનાની કત્લેઆમ બહાર આવી છે. સેંકડો નિર્દોષ લકોની કતલ કરી હોસ્પિટલમાં દફનાવી દીધા હોવાનો હમાસનો આરોપ છે. આ કત્લેઆમથી યુનો પણ ભડક્યું છે, અને અમેરિકાએ તો ઈઝરાયેલની એક બટાલિયન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આશ્ચર્યજનક રીતે ઈઝરાયેલ પર અમેરિકા પણ ગિન્નાયું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચ્ યુદ્ધ શરૂ થયાને ર૦૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે ગાઝા શહેરમાં ઈઝરાયેલની સેના દ્વારા કરવામાં આવેલા નરસંહારથી અમેરિકા પણ ઉશ્કેરાઈ ગયું છે. તેણે તેની એક બટાલિયન પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. દરમિયાન ગાઝામાં એક નવું આઈડીએફ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
હમાસના અધિકારીઓનો આરોપ છે કે ખાન યુનિસ હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ર૦૦ થી વધુ મૃતદેહો મળી આવ્યા હતાં. હમાસે ઈઝરાયેલ પર હોસ્પિટલને સામૂહિક કબ્રસ્તાનમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. મૃતદેહોની બર્બરતા પર સંયુક્ત રાષ્ટ્ર પણ ગુસ્સે છે. તેમનું કહેવું છે કે, કેટલાક મૃતદેહોના હાથ બાંધેલા હતાં અને કેટલાકના શરીર પર કપડા પણ નહોતા.
હમાસના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલી દળો દ્વારા સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા હતાં અને તેમને હોસ્પિટલમાં દફનાવવામાં આવ્યા હતાં. હમાસે અહીં સામૂહિક કબર હોવાનો દાવો કર્યો છે, જો કે ઈઝરાયેલની સેનાએ હમાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં અને આ દાવાને ખોટો ગણાવ્યો હતો.
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે અહેવાલ આપ્યો છે કે આ વિસ્તારમાં ઈઝરાયેલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચેની લડાઈ વચ્ચે પેલેસ્ટિનિયનોએ પોતે જ અગાઉ આ સ્થળ પર મૃતદેહોને દફનાવ્યા હતાં.
ઈઝરાયેલ સંરક્ષણ દળોએ હમાસના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતાં. આઈડીએફના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલી બંધકોને શોધી રહેલા અમારા દળોએ પેલેસ્ટિનિયનો દ્વારા અગાઉ નાસેર હોસ્પિટલ પાસે દફનાવવામાં આવેલા મૃતદેહોની તપાસ કરી હતી અને તપાસ કર્યા પછી મૃતદેહોને તે જ જગ્યાએ પરત કર્યા હતાં જ્યાં તેમને દફનાવવામાં આવ્યા હતાં.
કેટલાક મૃતદેહોના હાથ બાંધેલા હતાં, તો કેટલાકના શરીર પર કપડા પણ નહોતા, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે દાવો કર્યો છે કે હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન મળી આવેલા કેટલાક મૃતદેહોના હાથ બાંધેલા હતાં અને કેટલાકના કપડા છીનવી લેવામાં આવ્યા હતાં. આઈડીએફએ આ કેસ પર સખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે તાજેતરના મહિનાઓમાં નાસર હોસ્પિટલના વિસ્તારમાં તેની કામગીરી દરમિયાન તેના સૈનિકોએ 'ઈઝરાયેલી બંધકોને શોધવા માટે હોસ્પિટલના મેદાનમાં પેલેસ્ટિનિયનો દ્વારા દફનાવવામાં આવેલા શબની તપાસ કરી હતી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial