Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વર્લ્ડ હેરીટેજ ડે એક્ઝિબિશનઃ ૪૦ કૃતિઓ રજૂ

ર૧ ચિત્રકારોએ પેઈન્ટીંગના માધ્યમથી દેશના અમૂલ્ય વારસાનો આપ્યો સંદેશઃ

જામનગર તા. ર૪: જામનગરના ર૧ ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના ૪૦ જેટલા ચિત્રો બનાવી દેશના અમૂલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો છે. આ ચિત્રોનું વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર પુરાતત્વિય સંગ્રહાલયમાં વિશેષ એક્ઝિબિશન યોજાયું હતું.

દર વર્ષે ૧૮ એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર ૧૯૮ર માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઈટ્સ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં ૧૯૮૩ માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજુરી આપવામાં આવી હતી.

વર્લ્ડ હેરિટેજ ડે ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વિય સંગ્રહાલય, જામનગરમાં તા. ૧૮ મી એપ્રિલ ર૦ર૪ ના 'જર્લ્ડ હેરિટેજ ડે એક્ઝિબિશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નિવૃત્ત ચિત્ર શિક્ષક અને જામનગરના સિનિયર આર્ટીસ્ટ જગદીશભાઈ જોષીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ એક્ઝિબિશનમાં વોટર કલર, એક્રેલિક, પેન્સિલ, કેનવાસ વર્ક સાથે હેરિટેજ થીમ ઉપર જામનગરના જાણીતા અનુભૂતિ ગ્રુપના કુલ ર૧ ચિત્રકારો દ્વારા અંદાજિત ૪૦ જેટલા ચિત્રોનું પ્રદર્શન રજૂ થયું હતું. જેમાં દેશ-વિદેશના હેરિટેજ સ્થળો જેવા કે, ઈજિપ્તના પિરામીડ, તાજમહાલ, રાણીની વાવ, નવલખા મંદિર તેમજ જામનગરના સ્થાનિક ઐતિહાસિક સ્થળો જેવા કે ભૂજિયો કોઠો, ભીડભંજન મહાદેવ, સુખનાથ મહાદેવ, સૈફી ટાવર, પંચેશ્વર ટાવર, સોલેરિયમ, સજુબા કન્યા શાળા, રણજીતસાગર ડેમ, કાશી વિશ્વનાથ મહાદેવ, ખંભાળિયા ગેટ, ત્રણ દરવાજા, ધન્વન્તરિ મંદિર ઉપરાંત જામનગરના અમૂલ્ય ધરોહર સમાન પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકના રાજ્ય રક્ષિત સ્મારક લાખોટા કોઠાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ અંગે પુરાતત્વિય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર ડો. ધીરજ ચૌધરીએ કહ્યું હતું કે, વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઈમારતો, સ્મારકો અને પુરાતત્વિય સ્થળોને બચાવવાનો છે, જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. આ પ્રદર્શનમાં ૧૭ વર્ષથી ૭૦ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધો તેમજ બહોળી સંખ્યામાં જામનગરની કલારસિક જનતાએ ચિત્ર પ્રદર્શનનો લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh