Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં ભઠ્ઠીમાંથી મળી આવ્યા બે બાળશ્રમિકઃ મુક્ત કરાવાયા

ભઠ્ઠીના સંચાલક સામે કરાઈ કાયદાકીય કાર્યવાહીઃ

જામનગર તા. ૨૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ થ્રીમાં પિત્તળની એક ભઠ્ઠીમાં ગઈકાલે એએચટીયુની ટીમે શ્રમ અધિકારીને સાથે રાખી ચેકીંગ કરતા ત્યાંથી બે બાળમજૂર મળી આવ્યા હતા. બંનેને મુક્ત કરાવી ભઠ્ઠીના માલિક સામે બાળમજૂરી કરાવવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમ દ્વારા ગઈકાલે પીઆઈ એમ.બી. સોલંકીના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું ત્યારે દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક ભઠ્ઠીમાં બે બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાની બાતમી મળી હતી.

ત્યારપછી જામનગરના શ્રમ અધિકારી ડી.ડી. રામીને સાથે રાખી ફેસ થ્રીમાં મહાકાળી ફોર્જીંગ નામની પિત્તળ ઓગાળવાની ભઠ્ઠીમાં ચેકીંગ કરાતા ત્યાંથી તેર વર્ષનો એક બાળક તથા સત્તર વર્ષનો તરૂણ મજૂરીકામ કરતા મળી આવ્યા હતા. બંનેને મુક્ત કરાવ્યા પછી ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી અપાયા હતા અને ભઠ્ઠીના માલિક મિલન મનસુખભાઈ અમરોલીયા સામે એએચટીયુના હે.કો. આર.કે. ઝાલાએ ખુદ ફરિયાદી બની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh