Advertisement
Author: નોબત સમાચાર

ઘડી ડિટર્જન્ટની કંપની સામે કરાતા પ્રદૂષણ અંગે હાઈકોર્ટમાં પીટીશન પછી મળ્યો ન્યાય

ખેડૂતોએ પોતાની જમીન બંજર બનતી હોવાની કરી હતી રજૂઆતઃ ૨૦ લાખનું વળતર મંજૂરઃ

જામનગર તા. ૨૪: દ્વારકા નજીક કુરંગા પાસે આવેલા ઘડી ડિટર્જન્ટના પ્લાન્ટમાંથી પ્રવાહિત થતાં પ્રદૂષણથી આજુબાજુના ખેતરો બંજર બનતા જતા હોવાની પીટીશન હાઈકોર્ટમાં થતા હાઈકોર્ટે કંપની સામે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ કેમ પગલાં ભર્યા નથી? તેવી ઝાટકણી કાઢી જવાબદાર અધિકારી પાસેથી રૂ.૨૦ લાખ વળતર પેટે ખેડૂતને ચૂકવવાનો હુકમ કર્યાે છે અને જવાબદાર સામે ઈન્ક્વાયરી કરવા આદેશ કર્યાે છે.

દ્વારકાથી ભાટિયા વચ્ચેના માર્ગ પર આવેલા કુરંગા ગામ પાસે સ્થાપવામાં આવેલી આરએસપીએલ કંપની દ્વારા ઘડી ડિટર્જન્ટ બ્રાંડનો પાવડર બનાવવામાં આવે છે. તે કંપની દ્વારા ડિટર્જન્ટ પાવડરના ઉત્પાદન માટે વાપરવામાં આવતા કેમિકલ, કોલસો વગેરે પ્રદૂષણ ફેલાવતા પદાર્થાે જાહેરમાં નિકાલ કરાતા હોવાથી આજુબાજુમાં આવેલી કેટલીક જમીનો બિનફળદ્રુપ બની જતી હોવાની રજૂઆતો અસંખ્ય વખત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ ખેડૂતોએ કરી હતી.

આ કંપનીની વગના કારણે કે ખેડૂતોની 'વજન' વગરની રજૂઆતો જીપીસીબીના અધિકારીઓના કાન સુધી પહોંચી ન હતી અને દિન પ્રતિદિન પ્રદૂષણ વધતું જતું હતંંુ. સંખ્યાબંધ ખેડૂતોની ખેતીની જમીન બંજર બનતી જતી હતી. કંપની દ્વારા સોડાએશના પોતાના પ્લાન્ટમાંથી જોખમી અને કેમિકલયુક્ત પ્રવાહી એક કિ.મી. જ દૂર આવેલા દરિયાઈ પટામાં અથવા આજુબાજુની જમીનમાં છોડી દેવાતું હતું. તેથી પ્રદૂષણ વકરતું હતું અને આ પ્રવાહી માટેના નિકાલ માટે રાખવામાં આવેલી કેનાલ પણ તૂટી ગઈ હોવા છતાં તેને રીપેર કરવાની તસ્દી લેવામાં આવતી ન હતી તેથી તેમાંથી વહેતું પાણી સેંકડો એકર ખેતીની જમીનને નુકસાન કરી રહ્યું હતું.

આ બાબતે ત્યાં ખેતર ધરાવતા બાલુભા કેર નામના ખેડૂતે અન્ય ખેડૂતોને સાથે રાખી ગુજરાતની વડી અદાલતમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં કંપનીના કૃત્ય તેમજ જીપીસીબીના અધિકારીઓ કંપની સામે પગલાં ભરતા ન હોવાની રજૂઆત કરાઈ હતી.

તે પીટીશન અન્વયે રાજ્યની વડી અદાલતે આકરૂ વલણ દાખવ્યું છે. અદાલતે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી જવાબદાર અધિકારી સામે ઈન્કવાયરીનો અને જવાબદાર સામે એક્શન લેવાનો હુકમ કરી આ અધિકારીની અંગત મિલકતમાંથી રૂ.૨૦ લાખનું વળતર ભરપાઈ કરવા હુકમ કર્યાે છે.

છેલ્લા ચાર વર્ષથી આરએસપીએલ-ઘડી ડિટર્જન્ટ કંપની દ્વારા કરાતા પ્રદૂષણ બાબતે પ્રદૂષણ બોર્ડ સમક્ષ ખેડૂતો રજૂઆત કરી રહ્યા હતા. તેમ છતાં પ્રદૂષણ દેખાતું જ ન હોય તેવી રીતે બોર્ડના અધિકારીઓ કંપનીની લાજ કાઢી રહ્યા હતા. તે પછી હાઈકોર્ટમાં ધા નખાતા ખેડૂતોને ન્યાય મળ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh