Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ યોગેશ્વરનગર વિસ્તાર સરકારની 'નલ સે જલ' યોજનાના કાર્યક્ષેત્રમાં નથી?

ચાર-ચાર વર્ષથી નાણા ભરી દીધા હોવા છતાં જોડાણો નહીં મળતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી

ખંભાળિયા તા. ર૪: હાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે રોફ સાથે દરેક ઘરને નળ વાટે પાણી મળે તેવી નલ સે જલ યોજનાની સફળતા, તેના આંકડાઓ રજૂ કરવામાં આવે છે, પણ ખંભાળિયાનો યોગેશ્વરનગર વિસ્તાર જાણે કેન્દ્ર સરકારની આ નલ સે જલ યોજનાના કાર્યક્ષેત્રની બહાર હોય તેમ અહીં નળ જોડાણો મળ્યા નથી.

યોગેશ્વરનગર વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર ધરમપુર હેઠળ આવે છે. આ વિસ્તારના રહેવાસીઓએ ચાર વર્ષ પહેલા નળ જોડાણ માટે નિયમોનુસાર નાણા ભરી દીધા હોવા છતાં હજી સુધી નળના જોડાણ આપવામાં આવ્યા નથી, જેથી સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

યોગેશ્વરનગર વિસ્તારમાં આવેલા ડંકી, બોર, કૂવાના પાણી ઉનાળામાં સૂકાઈ જવાથી લોકોને ફરજિયાતપણે ટેન્કરથી પાણી લેવું પડે છે.

આ વિસ્તારમાં તાકીદે નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણો આપવા અને પાણીની તાકીદે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવા મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh