Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં પ્રવેશ માર્ગ પરના ખાડા પૂરવાનું કામ શરૃઃ બ્લેક સ્પોટ કઢાયો

ખાડાની પરેશાનીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાયોઃ

ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા શહેરમાં પ્રવેશ તો રોડ બિસ્માર હોય નગરગેઈટ સ્ટેશન રોડ નવો થઈ જતાં પછી સ્ટેશન રોડથી વેલકમ ગેઈટ સુધી પણ નવો બની ગયા પછી ટેકનીકલ પ્રશ્નને લીધે પ્રવેશ તો રસ્તો બાકી હતો તે નવો બનાવવાનો શરૂ થવા સાથે અકસ્માત સર્જતો બ્લેક સ્પોટ પણ કાઢી નંખાયો છે.

મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસેનો બન્ને તરફનો રસ્તો બિસ્માર હોય નવો બનાવવાનું શરૂ થવા સાથે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયાના પ્રયાસોથી જામનગર તરફથી પૂલ નીચેના ભાગમાં ખંભાળીયા તરફ આવવા તથા યાર્ડ તરફથી પુલ નીચેથી શહેર તરફ આવવાના રસ્તા પર વળાંકમાં અકસ્માત સર્જતો બ્લેક સ્પોટ હતો તે પણ કાઢી નખાયો છે.

ખંભાળીયામાં જામનગરથી પ્રવેશતા રસ્તા પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા થોડો રસ્તો નહીં કરાતા પરેશાની થતી હતી જે અંગે પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા જિલ્લા સત્તાવાળાઓને રજુઆતો કરાતા તેમણે નેશનલ હાઈવે ઓથોરીટીને સૂચના આપતા આ રસ્તાનો પ્રશ્ન હલ થઈ ગયો છે વાહનચાલકોને હવે ખંભાળીયા શહેરમાં પ્રવેશ સમયે થતી ખાડાની પરેશાનીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જવા પામ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh