Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના કાર્યાલયનું ઉદ્દઘાનઃ પૂનમબેન માડમને વિજય બનાવવા હાકલ
કાર્યાલયના ઉદ્દઘાટન પૂર્વે ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ યોજાયો ગાયત્રી હવન
જામનગર તા. ર૪: ૧ર-જામનગરના લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર-સંકલન અર્થે શરૂ સેક્શન રોડ પર એમ.પી. હાઉસમાં ૭૮-જામનગર વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.
આ ઉદ્દઘાટન સમારોહ પૂર્વે ૭૮-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા જાડેજાની આગેવાની હેઠળ કાર્યાલય મધ્યે ગાયત્રી હવન કરી પૂનમબેનને વિજેતા બનાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સુરેશભાઈ વસરા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ૭૮-જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ કેન્દ્રમાં ભાજપ ૪૦૦ થી વધુ બેઠકો જીતીને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચવા કમળના નિશાન સામે મતદાન કરવા અપીલ કરી હતી. ભારતના સર્વાંગી વિકાસ માટે ભારે મતદાન કરવા અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા બન્ને ધારાસભ્યોએ અનુરોધ કર્યાે હતો.
આ પ્રસંગે વર્તમાન સાંસદ અને જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા હાલારના બન્ને જિલ્લામાં સીગ્નેચર બ્રીજ ગ્લોબલ ટ્રેડીશ્નલ મેડીસીન સેન્ટર જેવા અતિ મહત્વના વિકાસ કામો સાથે વિકાસ કામોની હારમાળા સર્જી દીધી છે. રેલવે કનેકટીવીટી, રેલવેના ડબલટ્રેક, ઈલેકટ્રી ફીકેશનના કામો પૂર જોશમાં થયા છે અને થઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી આપણા દેશની ભાવિ પેઢીના ભવિષ્યના ઉજ્જવળ નિર્માણ માટેની છે. ભારતને વિશ્વગુરૂ તથા ર૦૪૭માં સંપૂર્ણ વિકસીત રાષ્ટ્ર બનાવવાના નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટેનો અવસર છે.
સમગ્ર દેશમાં છેવાડાના માનવીને પણ સરકારની તમામ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. જામનગરની જનતાને આ ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં વધુમાં વધુ મતદાન કરી જંગી બહુમતિ સાથે એક કમળની ભેટ ધરવાની છે. ત્યારે તેમણે હાલારના તમામ મતદારોને કમળને મત આપવા હાકલ કરી હતી.
આ તકે જામનગર મહાનગર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી તમામ મતદારોને ૭મી મેના દિને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહી પર્વની ઉજવણી સમા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા તથા ભાજપના લોકપ્રિય તથા કર્મઠ ઉમેદવાર પૂનમબેન માડમને જંગી સરસાઈથી વિજેતા બનાવવા અનુરોધ કર્યાે હતો. તેમણે ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓને પ્રચાર કાર્યમાં લાગી જવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ૧ર લોકસભા સંયોજક ડો. વિનોદભાઈ ભંડેરી, ૭૯ વિધાનસભા પ્રભારી હિરેન પારેખ, ૭૮ વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, ૭૮ વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મુકેશ દાસાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પાેરેટરઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial